Western Times News

Gujarati News

ફાટક વચ્ચે જ એસ.ટી બસ બંધ પડી, યાત્રીઓના જીવ તાળવે ચોંટ્યા

GSRTC st bus gujarat

પ્રતિકાત્મક

વલસાડ નજીક ફાટક વચ્ચે જ એસ.ટી બસ બંધ પડી, ડ્રાઈવરે ટ્રેન અટકાવી દીધી -યશવંતપુર એકસપ્રેસ ટ્રેન ૧ર મિનિટ સુધી અટકી

વલસાડ, વલસાડ તાલુકાના કાપરી ફાટક પર સોમવારે બપોરે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહેલી એક એસટી બસી ટ્રેકની વચ્ચે જ બંધ પડી જતા બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બસ ટ્રેક પર ફસાઈ આ જ સમયે ટ્રેન આવવાનો સમય હતો. જાેકે ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. The ST bus stopped in the middle of the railway crossing

વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ઉપર તૂટી જવાની અન્ય ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે અંકલેશ્વર બસમાં મુસાફરો ભરી વલસાડ ડેપો તરફ બસ આવી રહી હતી તે દરમિયાન વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ખુલ્લું હોવાથી બસ બપોરે ૧ર.૪૦ કલાકે રેલવે ફાટરક ક્રોસ કરતી વખતે અચાનક બસ બંધ પડી ગઈ હતી.

તો બીજી તરફ પુરઝડપે અમદાવાદ તરફથી મુંબઈ તરફ જતી યશવંતપુર એકસપ્રેસ ટ્રેન આવતા બસના મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. તે દરમિયાન અચાનક જ યશવંતપુર એકસપ્રેસ ટ્રેનના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને કાપરી રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. અને ટ્રેન અટકાવવામાં સફળતા પણ મેળવી હતી. બીજી તરફ બસના મુસાફરોમાં જીવ આવ્યો હતો.

યશવંતપુર એકસપ્રેસ ટ્રેન ૧ર મિનિટ સુધી અટકી ગઈ હતી. જાેકે રેલવે ટ્રેક વચ્ચે ફસેલી બસને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી કાપરી રેલવે ફાટક રેલવે ટ્રેક પર બસ ફસાઈ હોવાની જાણ વલસાડ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ દોડી ગઈ હતી.

જાેકે ફાટક વચ્ચે બસ ફસાવવાના કારણે ૩૦ મિનિટ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મોટો અકસ્માત થતા અટકી જતા વલસાડ રેલવે વિભાગ તેમજ વલસાડ એસટી ડેપો વિભાગે રાહતનો દમ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.