Western Times News

Gujarati News

L&T આગામી પાંચ વર્ષમાં ગુજરાતના આઇ.ટી. પાર્કમાં 7000 કરોડનું મુડીરોકાણ કરશે

L&T એ વડોદરા નજીક આઇ.ટી ટેક્નોલોજી પાર્કમાં રોકાણ માટે રાજ્ય સરકાર સાથે MoU કર્યા-IT ક્ષેત્રે ૧૩,૭પ૦ જેટલા રોજગાર અવસર ઉભા થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના ઇન્ફરમેશન ટેક્નોલોજી લેન્ડસ્કેપમાં વધુ એક મહત્વપૂર્ણ કદમ

ટેક્નોલોજી પાર્ક દ્વારા L&T આગામી પાંચ વર્ષમાં રૂ. ૭ હજાર કરોડના મુડીરોકાણ સાથે પ્રત્યક્ષ-પરોક્ષ મળી ૧૦ હજાર નવા રોજગાર અવસર પૂરા પાડશે

·        આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં જાહેર થયેલી IT/ITeS પોલિસી ર૦રર-ર૭ ને મળી રહ્યો છે વ્યાપક પ્રતિસાદ

·        પોલિસીના અમલીકરણના પ્રથમ ૬ મહિનામાં જ ૧૩ અગ્રણી IT કંપનીઓએ રૂ. ર૪૦૦ કરોડના સૂચિત રોકાણોના MoU કર્યા

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી IT અને ITeS (ર૦રર-ર૭) પોલિસીને વ્યાપક ફળદાયી પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સંદર્ભમાં ગુજરાતે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.

વિશ્વખ્યાત ઉદ્યોગ જૂથ લાર્સન એન્ડ ટુબ્રો લિમીટેડ દ્વારા વડોદરા નજીક IT અને ITeS ઇનેબલ્ડ સર્વિસીસના ટેક્નોલોજી પાર્કમાં વધુ રોકાણો માટે રાજ્ય સરકાર સાથે MoU કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અને સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણીના માર્ગદર્શનમાં આ MoU રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને L&T એ કર્યા હતા.

ગુજરાતમાં IT અને ITeS પોલિસી અંતર્ગત વિવિધ આઇ.ટી કંપનીઓ, ઉદ્યોગોની વ્યૂહાત્મક ભાગીદારી સાથે રાજ્યની IT ઇકો સિસ્ટમને વધુ વિકસાવવામાં આ MoU એક સિમાચિન્હ બની રહેશે. L&T આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં આ આઇ.ટી. પાર્કમાં ૭ હજાર કરોડ રૂપિયાનું મુડીરોકાણ કરશે.

એટલું જ નહિ, વડોદરાના આ ટેક્નોલોજી પાર્કમાં એક જ વર્ષમાં બે હજાર ઇજનેરો અને અન્ય જગ્યાઓ માટે રોજગાર અવસર મળતા થશે. આગામી પાંચ વર્ષમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી કુલ ૧૦ હજાર જેટલી સૂચિત રોજગારી પૂરી પાડવાનું L&T નું આયોજન છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે મજબૂત નીતિ માળખું ઘડીને એક એવી અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમનું નિર્માણ કર્યુ છે જેમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહન, તકો અને IT ને લગતી કામગીરી ગુજરાતમાં શરૂ કરવા માટેની સરળ પ્રક્રિયાઓ અને સાનુકૂળ વાતાવરણ છે.

માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરવા માટે, ઉત્કૃષ્ટ આઇ.ટી ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને રાજ્યમાં ૧ લાખ આઇ.ટી નોકરીઓનું સર્જન કરવાના પ્રયાસોના ભાગરૂપે રાજ્ય સરકારે મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં ગુજરાત આઇટી/ ITeS નીતિ (ર૦રર-ર૭) જાહેર કરેલી છે.

વધુમાં, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ સતત રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકયો છે. તેના લીધે રોજગાર સર્જન પ્રોત્સાહન (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા સક્ષમ પ્રોત્સાહનો મળ્યા છે. આ નીતિ ભારતીય IT ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોલિસી લેન્ડસ્કેપમાં પ્રથમ વખત CAPEX-OPEX મોડલનો એક નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

આ નીતિએ સમગ્ર IT ઉદ્યોગોમાં એક અભૂતપૂર્વ આકર્ષણ ઉભું કર્યુ છે અને અનેક રોકાણકારો ગુજરાત સરકાર સાથે ભાગીદાર બનવા માટે તત્પર છે.

નીતિ અમલી થયાના શરૂઆતના પ્રથમ ૬ મહિનામાં જ ગુજરાત સરકારે ૧૩ અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે એમઓયુ કર્યા છે.

આ MoUs અન્વયે કુલ રૂ. ર૪૦૦ કરોડના સૂચિત રોકાણ સાથે, આશરે ૧૩,૭પ૦ ઉચ્ચ કૌશલ્ય ધરાવતી IT રોજગારીની તકો ઊભી કરવામાં આવશે.

હવે L&T ની વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્ક માટે ગુજરાત સરકાર સાથેની સહભાગીતાથી સંસ્કાર નગરી વડોદરા હવે IT/ ITeS ક્ષેત્રે પણ ઉત્કૃષ્ટ નગરી બનશે.

R&D ડિઝાઇન કેન્દ્રો સાથે, L&T 5G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સહયોગી રોબોટ્સ, ડિજિટલ ફેકટરી અને ઓટોનોમસ ટ્રાન્સપોર્ટ જેવી ટેકનોલોજીમાં નિપૂણતા ધરાવે છે.

હવે વડોદરામાં IT/ ITeS ટેક્નોલોજી પાર્કથી L&T એક નવું સોપાન સર કરશે.

આ MoU પર L&T વતી સી.ઇ.ઓ અને મેનેજિંગ ડિરેકટર શ્રી એસ. સુબ્રહ્મમણયને તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ શ્રી વિજય નહેરાએ રાજ્ય સરકાર વતી હસ્તાક્ષર કર્યા હતા.

આ મહત્વપૂર્ણ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને L&T ના પ્રતિનિધિઓ જોડાયા હતા.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે જાહેર કરેલી આઇ.ટી પોલિસીમાં જે નાણાંકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે તે આ મુજબ છેઃ-


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.