૧૪૦૦ કરોડની કિંમતનો ૭૦૦ કિલોથી વધુ મેફેડ્રોન જપ્ત

પ્રતિકાત્મક
મુંબઈ પોલીસે પાલઘર જિલ્લાના નાલાસોપારા ખાતે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને રૂ. ૧,૪૦૦ કરોડની કિંમતનું ૭૦૦ કિલોગ્રામ ‘મેફેડ્રોન’ જપ્ત કર્યું છે.
આ સંબંધમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક અધિકારીએ ગુરુવારે આ જાણકારી આપી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-ડ્રગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે આ કાર્યવાહી ચોક્કસ માહિતીના આધારે કરવામાં આવી છે. એએનસીની એક ટીમે પરિસરમાં દરોડા પાડ્યા હતા અને તે દરમિયાન સામે આવ્યું હતું કે પ્રતિબંધિત દવા ‘મેફેડ્રોન’ ત્યાં બનાવવામાં આવી હતી.
ચાર આરોપીઓની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક વ્યક્તિને નાલાસોપારામાં પકડવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે શહેર પોલીસ દ્વારા તાજેતરના સમયમાં આ સૌથી મોટી માદક દ્રવ્યોની જપ્તી છે. ‘મેફેડ્રોન’ને ‘મ્યાઉ મ્યાઉ’ અથવા એમડી પણ કહેવામાં આવે છે. તે નેશનલ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત છે.