Western Times News

Gujarati News

શૈલેષ ભંડારી સામે તપાસ પર હાઈકોર્ટના સ્ટેને સુપ્રીમ કોર્ટે રદ કર્યો

કરોડોની બેંક ઠગાઈમાં આદેશ છતાં હાઈકોર્ટે સ્ટે આપતાં સુપ્રીમ ખફા

(એજન્સી)અમદાવાદ, ઈલેકટ્રોથમ ઈન્ડીયા લીમીટેડના એમડી શૈલેષ ભંડારી તથા અન્ય આરોપીઓએ કંપનીના સ્થાપક મુકેશ ભંડારીની નકલી સહીઓ અને દસ્તાવેજ મારફતે સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડીયા પાસેથી રૂા.૪૮૦ કરોડની લોન લઈ તેની ભરપાઈ ન કરવાનું કૌભાંડ આચરેલું અને હોગકોગ તથા સિંગાપોર કરોડો રૂપિયા મોકલેલા.

આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધની ફરીયાદની તપાસ સામે હાઈકોર્ટે આપેલા સ્ટેન સુપ્રીમ કોર્ટ રદ કર્યો છે. સુપ્રીમ કોર્ટનું અવલોકન છે કે હાઈકોર્ટના આદેશ ભુલભરેલો અને અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. આ કૌભાંડની ફરીયાદ અંગેની તપાસ ત્રણ માસમાં પુર્ણ કરો આરોપીઓએ તેની સામેની ફરીયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં જે અરજી કરેલી છે.

તેના પર ગુણદોષના આધારે નિર્ણય લો. હાલ આ અરજીમાં વચગાળાની કોઈ રાહત રહેતી નથી. આરોપીઓ માટે આ કેસમાં આગોતરા જામીન અરજીનો વિકલ્પ ખુલ્લો છે. નીચલી અદાલત આ અંગે કાયદા મુજબ નિર્ણય લે. ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં હાઈકોર્ટના આદેશને રદ કરેલો,

તો પણ હાઈકોર્ટના સિંગલ જજે આ કેસમાં ક્રિમીનલ પ્રોસીડીગ્‌ અને તપાસ માટે સ્ટે આપેલો. હાઈકોર્ટના આ વલણની સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી નોધ લીધી છે. સુપ્રીમ કોર્ટે કહયું છે કે, આ કેસમાં દરેક તબકકે તપાસ અટકેલી રહી છે. સિંગલ જજના આદેશથી ફરી તપાસ અટકેલેજે ફરીયાદી કે તપાસ કરનાર એજન્સીના હિતમાં નથી.

તપાસ એજન્સીને કેસમાં તપાસ કરવાનો હક છે. રેરેસ્ટ ઓફ રેર કેસ સિવાય તપાસ સ્ટે થઈ ન શકે.ભૂતકાળમાં અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને હાઈકોર્ટના સિગલ જજ યોગ્ય રીતે સમજયા નથી. અરજદારના વકીલની રજુઆત હતી

કે, આ કેસમાં અરજદારે મેટ્રો કોર્ટમાં આરોપીઓ સામે વર્ષ ર૦૧૯માં ફરીયાદ કરેલી. જેને રદ કરવાની માગ સાથે આરોપીઓએ હાઈકોર્ટમાં અરજી કરેલી. જેમાં હાઈકોર્ટે ૧૦ ઓકટોબર-ર૦૧૯ના રોજ સ્ટે. આપેલો. જેની સામે અરજદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા આ આદેશને રદ કરાયેલો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.