Western Times News

Latest News from Gujarat India

ગોધરાની વિદ્યાર્થિની ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસમાં સિલેક્ટ થતા વિદ્યાર્થીઓમાં ખુશી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન અને પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ની વિ દ્યાર્થિની નેહા ભોજવાની નું ઇન્ટર કોલેજ ટેબલ ટેનિસ માં સિલેક્ટ થયાં હતાં જેમાં તેઓ નું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું.આ સ્પર્ધા માં ઘણી બધી કોલેજ નાં વિદ્યાર્થી ઓ ભાગ લીધો હતો

જેમાં લો કોલેજ ગોધરા ની વિદ્યાર્થી નેહા નું સિલેકસન થયું ભૂતકાળ માં નેહા જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધી નાં ટેબલ ટેનિસ માં.ભાગ લઈ ચૂકી છે હવે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી માં પણ તે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરશે આ સ્પર્ધા સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે થઈ હતી

કોલેજ ની આ વિદ્યાર્થી ને કોલેજ નાં આચાર્ય ડો અપૂર્વ પાઠક શુભકામના પાઠવી હતી અને કહ્યું કે સ્પોર્ટ્‌સ એ આવનારા ભાવિ ભારત નું ભવિષ્ય છે અને લો કોલેજ ગોધરા તરફ થી આવા અનેક વિદ્યાર્થી આવી રમતો માં ભાગ લેશે અને ઘણી બધી રમતો છે જેમાં કોલેજ નાં વિદ્યાર્થી ઓ ભાગ લેશે તથા કોલેજ પરિવારે પણ શુભેચ્છા પાઠવી હતી.

ઉપરાંત તેને આગળ વધવામાં કોલેજ પરિવાર નો સાથ સહકાર રેશે તેવી પણ આશીર્વાદ આપ્યા હતા ટેબલ ટેનિસ થી માઈન્ડ શાર્પ થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ રૂપ થાય છે આ પ્રસંગ અનુરૂપ સ્પોર્ટ્‌સ સંકુલ નાં અધિકારી ઓ અને અન્ય કોલેજ નાં સ્પોર્ટ્‌સ અધ્યાપકો પણ હાજર રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers