Western Times News

Gujarati News

મહેસાણા પાલિકાની બેદરકારીએ સાત વર્ષની બાળકીનો જીવ લીધો

share broker suicide

પ્રતિકાત્મક

મહેસાણામાં ભૂગર્ભ ગટરમાં ખાબકેલી બાળકીનું મોત-બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી ન શકાઈ 

મહેસાણા, રાજ્યમાં બાળકો ખુલ્લા બોર કે ગટરોમાં ગરકાવ થવાના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે વિસનગરના શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ૭ વર્ષની બાળકી ખાબકી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીના નિવાસસ્થાન નજીક આ ઘટના બની હતી. બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનેથી થોડે દૂર શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ૭ વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

જાે કે, બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને બચાવી શકાઈ નથી. ભૂગર્ભ ગટરમાં બાળકીની હાલત ગંભીર થતી જઈ રહી હતી. અંતે પાલિકાના પાપે માસૂમે પોતાનો જીવ ખોયો હતો. આ ઘટનામાં બાળકીને બહાર કાઢીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકી વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી.  એટલું જ નહીં, જેસીબી ઉપરાંત એક ક્રેઈન, ૧૦૮ અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ફાયરની ટીમે બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી બાળકી ફસાઈ હતી, જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. જાે કે સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.