Western Times News

Gujarati News

મૃત્યુ પામનાર વ્યક્તિના અંગદાનથી ચાર વ્યક્તિઓની જિંદગી બચી અને એકની આંખોને નવી રોશની મળી

Five organs were harvested and donated to multiple hospitals to save several lives

મૃતકના શરીરમાંથી એક કિડની, બે ફેફસાં, બે કોર્નિયા અને એક લિવર બહાર કઢાયા બાદ તેને ચાર રાજ્યોમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

મૃતક વ્યક્તિના અંગદાનનો નિર્ણય લેનાર પરિવારની હિંમતને મરેંગો સિમ્સ હોસ્પિટલની સલામ-મરેંગો સિમ્સ હોસ્પિટલ અંગદાનના ઉમદા કાર્ય માટે હિંમત દર્શાવનાર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે

અમદાવાદ, એક અનુકરણીય હિંમત અને માનવતાવાદી પહેલ આદરતા એક પરિવાર કે જેણે તેમના એક યુવાન સભ્યને બ્રેઈન સ્ટ્રોકથી ગુમાવ્યો હતો,તેણે અનેકના જીવ બચાવવા માટે મૃતકના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.અમદાવાદના 35 વર્ષના જયેશભાઈ પટેલ કારખાનામાં કામ કરતા હતા. કામ કરતી વખતે તે અચાનક જ પડી ગયા. સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ગયા બાદ છેવટે તેમને મરેંગો સિમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા,  જ્યાં તેમને “બ્રેન-ડેડ” જાહેર કરવામાં આવ્યા હતા.

પરિવારે તેમના દુ:ખ અને વેદનાથી ઉપર ઊઠીને માનવતા અપનાવી અને પરિવારના મૃતક સભ્યના અંગોનું દાન કરીને ચાર જીવન બચાવ્યા અને એક વ્યક્તિને દ્રષ્ટિ આપી હતી. માનવતામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે આ પરિવારે અપાર હિંમત દર્શાવી.

મૃતકના શરીરમાંથી એક કિડની, બે ફેફસાં, બે કોર્નિયા અને એક લિવર બહાર કઢાયા બાદ તેને ચાર રાજ્યોમાં દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. મરેંગો એશિયા હેલ્થકેરમાં,અમે માનીએ છીએ કે દરેક મિનિટ કિંમતી છે,દરેક જીવન મહત્વપૂર્ણ છે. અંગદાનમાં સમયસર લીધેલા નિર્ણયોનું મહત્વ જીવન બચાવવામાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સર્વોપરી છે.

મરેંગો સિમ્સ હોસ્પિટલ હૃદય, ફેફસાં, કિડની અને લિવર જેવા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ જેવી જટિલ કામગીરીઓમાં નિપુણતા ધરાવતી હોવાથી તે ભારતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે પસંદગીના સ્થળ તરીકે ઝડપથી ઊભરી રહ્યું છે.

મરેંગો એશિયા હેલ્થકેરના ફાઉન્ડિંગ મેમ્બર, એમડી અને સીઈઓ ડૉ. રાજીવ સિંઘલેજણાવ્યું હતું કે,“મરેંગો એશિયા હેલ્થકેર દર્દીના એ પરિવાર પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે કે જેમણે તેમના ગંભીર દુઃખથી આગળ વધીને અન્ય દર્દીઓ વિશે વિચારકર્યો, જેમના જીવન તેમના પરિવારના મૃતકના અંગદાનથી બચાવી શકાય છે.

પરિવારના મૃતક વ્યક્તિના અંગો દાન કરીને અનેકના જીવ બચાવવા માટે પોતાના દુઃખો ત્યજીને આગળ આવનારા આવા પરિવારો પ્રત્યે અમે કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. અંગદાનના અભાવે દર વર્ષે ઘણા દર્દીઓ મૃત્યુ પામે છે.

અંગ દાન ભારતમાં દર વર્ષે 5,00,000 જીવન બચાવી શકે છે. જ્યારે પરિવારો આવા માનવતાવાદી કૃત્ય સાથે આગળ આવે છેત્યારે અંગ દાનની પ્રવૃત્તિમાં વધારો થાય છે. અમે લોકોને આવા માનવતાવાદી કાર્યોનો ભાગ બનવા પ્રોત્સાહિત કરીએ છીએ જે દર વર્ષે હજારો લોકોના જીવન બચાવી શકે છે.”

મરેંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર ડો. પ્રશાંત દેશમુખે જણાવ્યું હતું કે “ગુજરાત રાજ્ય તેની ઉદારતા અને સામાજિક સંવાદિતા માટે વિખ્યાત છે. જયેશભાઈના પરિવારની આ પહેલ તેનો પુનરોચ્ચાર કરે છે. અમે આ નિઃસ્વાર્થ પહેલ માટે ખૂબ જ કૃતજ્ઞ છીએ. મરેંગો સિમ્સ અંગદાન પહેલ માટે પ્રતિબદ્ધ છે અને જે લોકો અંગદાન માટે આગળ આવવા માંગતા હોય તેમને મદદ પૂરી પાડવા માટે હંમેશા તૈયાર છે.”

મૃતકના પરિવારે જણાવ્યું હતું કે “અંગદાનની પહેલથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જે લોકોને નંદકિશોરના અંગો મળ્યા છે તેમના થકી પણ તે જીવતો રહેશે તે હકીકત સમજ્યા પછી અમે આ કાર્ય માટે પ્રોત્સાહિત થયા હતા.”

અંગદાનમાં વધારો કરીને આપણે વધુને વધુ જીવન બચાવી શકીએ છીએ. ભારત વિશ્વમાં અંગ પ્રત્યારોપણમાં ટોચના દેશોમાંનું એક છે અને તેમ છતાં,આપણે આપણા પશ્ચિમી સમકક્ષો કરતાં પાછળ છીએ. ભારતમાં, જીવન બચાવવા માટેના અંગોની માંગ અને દાનમાં આપવામાં આવેલા અંગો વચ્ચે ભારે અસમાનતા જોવા મળે છે.

ભારતમાં અંગ દાનનું પ્રમાણ છેલ્લા થોડા સમયથી હવે વધી રહ્યું છે, જાગરૂકતા ઓછી છે અને ધાર્મિક માન્યતાઓ, આધ્યાત્મિક માન્યતાઓ અને અંગ દાન પ્રત્યેની નકારાત્મક માનસિકતા જેવા અન્ય કારણો અવરોધક તરીકે કામ કરે છે. તાજેતરમાં જોવા મળેલો અંગદાનમાં વધારો આ ઉમદા કાર્ય અંગે વધેલી જાગૃતિનું પરિણામ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.