Western Times News

Gujarati News

રકુલ પ્રીત પણ હવે બોલિવુડ ફિલ્મોમાં જામી જવા ઇચ્છુક

મુંબઇ, અભિનેત્રી રકુલ પ્રીત હવે બોલિવુડમાં લાંબી ઇનિગ્સ રમવા માટેની તૈયારી કરી રહી છે. તે ફિલ્મોને લઇને આશાવાદી પણ છે. રકુલ પ્રીત ખુબસુરતી અને ટેલેન્ટના મામલે કોઇનાથી પણ કમ નથી. પરંતુ વાત જ્યારે ફ્લર્ટિગની આવી જાય છે ત્યારે તે આ ક્ષેત્રમાં નબળી સાબિત થાય છે. તે કહે છે કે તેને ફલર્ટ કરવાની બાબત આવડતી નથી. તેનુ કહેવુ છે કે તે બી ટાઉનની અન્ય અભિનેત્રીઓ જે તેની સાથે સારી મિત્રતા ઘરાવે છે તે અભિનેત્રીઓ પાસેથી ફ્લ‹ટગની ટિપ્સ મેળવે છે. રકુલે કહ્યુ છે કે તે ફ્લર્ટિગને લઇને ખુબ નબળી છે. તેનુ કહેવુ છે કે તેની સાથે જ્યારે લોકો ફ્લર્ટ કરે છે ત્યારે પણ તે આ બાબતને સમજી શકતી નથી. રકુલે માહિતી આપતા કહ્યુ છે કે તે રિયા ચક્રવર્તિની પાસેથી જરૂરી ટિપ્સ મેળવે છે. રકુલે કહ્યુ છે કે તે આ ચીજા શિખવા માટે રિયાની તમામ પ્રકારની મદદ મેળવે છે.

તેનુ કહેવુ છે કે યુવકોમાં તે હમેંશા બુદ્ધિને સૌથી વધારે મહત્વ આપે છે. તે માને છે કે અમે જ્યારે પણ કોઇની સાથે વાતચીત કરીએ ત્યારે વાતચીત રસપ્રદ અને સમજદારીથી ભરેલી હોવી જોઇએ. તેનુ કહેવુ છે કે આવા લોકોની સંખ્યા ખુબ ઓછી છે જેમની સાથે લાંબા સમય સુધી વાતચીત કરી શકાય છે. રકુલ બોલિવુડમાં કેરિયર બનાવવા માટે આગળ વધી રહી છે. થોડાક સમય પહેલા તે અજય દેવગનની સાથે દે દે પ્યાર દે નામની ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કમાલ કરી શકી ન હતી.

જો કે ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. તે અજય દેવગનની સાથે દેખાઇ હતી. ફિલ્મમાં તબ્બુ પણ નજરે પડી હતી. કોમેડી ફિલ્મ હોવાના કારણે કેટલાક લોકોને આ ફિલ્મ ખુબ ગમી હતી. રિયા ચક્રવર્તિ સાથે તેની મિત્રતા ખુબ જુની છે. બોલિવુડમાં કોઇ પણ પ્રકારની સ્પર્ધાને લઇને તે પરેશાન નથી. તેનુ કહેવુ છે કે તમામ કુશળ લોકો માટે ફિલ્મમાં કામ છે. તે બોલિવુડમાં કેટલીક મોટી ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે. રકુલ દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હાથ અજમાવવા માટે ઇચ્છુક છે. આને લઇને કેટલીક વખત તે વાત પણ કરી ચુકી છે. રકુલ હાલમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે સ્પર્ધા કરવાની પણ કુશળતા રહેલી છે. જો કે તે હાલમાં બોલ્ડ અને સેક્સી સીન ફિલ્મોમાં કરવાને લઇને કોઇ વાત કરી રહી નથી. તે પટકથાને ખાસ મહત્વ આપીને ફિલ્મો કરવા ઇચ્છુક છે. પ્રથમ ફિલ્મમાં જ અજય દેવગન જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની તક મળ્યા બાદ તે વધારે સારી ફિલ્મોને લઇને આશાવાદી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.