Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વેનો 69મો સ્થાપના દિવસઃ 5 નવેમ્બર 1951

ચાલીસ વર્ષના ગૌરવશાળી ભૂતકાળની મુસાફરી અને ક્યારેય નવો રેકોર્ડ સ્થાપિત કરતા પશ્ચિમ રેલ્વેનો સાબરમતી ડીઝલ શેડ

પશ્ચિમ રેલ્વેની સ્થાપના 5 નવેમ્બર 1951 ના રોજ થઈ જયારે પૂર્વવર્તી બોમ્બે, બડૌદા અને સેન્ટ્રલ ઇન્ડિયા (BB & CI રેલ્વે) ને અન્ય રિયાસત રેલો (સૌરાષ્ટ્ર, રાજસ્થાન, જયપુર) ની સાથે જોડવામાં આવ્યું. પશ્ચિમ રેલ્વે બન્યા પછી આ ક્ષેત્રીય રેલ્વે, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન ને પોતાની સેવાઓ પ્રદાન કરે છે હાલમાં આ રેલ્વે પર મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, ભાવનગર, અમદાવાદ, રાજકોટ તથા રતલામ સહીત કુલ છ ડિવિઝન છે. પહેલા આ રેલ્વે માં જયપુર, અજમેર અને કોટા ડિવિઝન પણ હતા. જેને પછી જયપુર અને અજમેરને ઉત્તર પશ્ચિમ રેલ્વે તથા કોટાને પશ્ચિમ મધ્ય રેલ્વેમાં દાખલ કરવામાં આવ્યું.

દેશનો સૌથી મોટો ડીઝલ શેડ અને પશ્ચિમ રેલ્વેનો સાબરમતી ડીઝલ શેડ છેલ્લા ચાલીસ વર્ષથી ગૌરવપૂર્ણ ભૂતકાળ ધરાવે છે. 1978 માં 242 લાખ રૂ. થી સ્થાપિત આ ડીઝલ શેડ અઢી લાખ ચોરસ મીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે, જ્યાં 3780 વૃક્ષો, લીલાછમ ઘાસ અને ફૂલવારીના સુગંધ બીજા બધાને આકર્ષે છે અને શેડના કાર્યકારી અધિકારીઓ અને કર્મચારીઓએ આ કુદરતી મનોહર વાતાવરણ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અઠવાડિયામાં શનિવાર દીઠ બે કલાક શ્રમદાન આપી અને શેડમાં આવતા મહેમાનો અને નિવૃત્ત થતા કર્મચારીઓ વતી વૃક્ષારોપણની અનોખી પરંપરા રહી છે જે પ્રશંસનીય છે. શેડમાં રેનવોટર હાર્વેસ્ટિંગ તથા ડ્રિપ ઇરીગેશન જેવી અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી આ લીલાછમ વાતાવરણમાં પ્રકૃતિની અનુપમ છટા તથા પક્ષીઓ નો કલરવ સતત રૂપ થી પરિદૃશ્ય થાય છે.

ડિવિઝન મિકેનિકલ એન્જિનિયર શ્રી ઝીશાન અહમદે મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અમે શેડના વાતાવરણને આકર્ષક બનાવવા માટે કર્મચારીઓની મહેનત અને સમર્પણ અંગે અમને ગર્વ છે, તેમણે જણાવ્યું કે 1978 માં બનેલા આ શેડમાં જુલાઈ 1988 માં પહેલો 4DM4 લોકો તૈયાર કરવામાં આવ્યું તથા 1993 માં પ્રથમ શ્રેષ્ઠ જાળવણી ડેપો શીલ્ડ એવોર્ડ પણ જીત્યો. 2019 માં, આ શેડમાં હાઇ હોર્સ પાવરના 204 ડીઝલ રેલ એન્જિનો ની હોલ્ડિંગ રહી છે જે તેને પશ્ચિમ રેલ્વેનો સૌથી મોટો ડીઝલ શેડ બનાવે છે, વર્ષ 2015 માં, આ શેડને પ્રથમ 5500 હોર્સ પાવરની તક મળી, જે 2013 માં પ્રથમ ડબલ કેબવાળા 4500 હોર્સ પાવર વાળા WDG 4D વિજય ડીઝલ એન્જિન લેવાનું પણ ગૌરવ હતું.

ભારતીય રેલ્વેનો આ એકમાત્ર ડીઝલ શેડ છે જ્યાં 5500 હોર્સ પાવર WDG -5 રેલ એન્જિન ભીમને જાળવવામાં આવે છે વર્ષ 2017-18માં આ શેડ માં પેસેન્જર લોકો લિન્ક પણ આ શેડમાં શરૂ કરવામાં આવી હતી.

સાબરમતી ડીઝલ શેડની મુખ્ય હાઈલાઈટ્સ :

  1. ભારતીય રેલ્વેના સૌથી મોટા ડીઝલ શેડમાંનું એક જેમાં 204 હોર્સપાવર ડીઝલ એન્જિનો છે.
  2. અહીં 4000, 4500 કે અને 5500 હોર્સપાવરનાં અત્યાધુનિક ડીઝલ એન્જિન જાળવવામાં આવે છે.
  3. રનિંગ સ્ટાફને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેમાં બે સિમ્યુલેટરની મદદ લેવામાં આવે છે.
  4. ડ્રાપ પીટ ટેબલ: વ્હીલ ચેન્જ માટેનું એકમાત્ર શેડ છે જ્યાં ડ્રાપ પિટ ટેબલ ઉપલબ્ધ છે જે 50 ટનની ક્ષમતા થી એક વ્હીલને ટ્રેક્શન મોટરની સાથે અલગ કરીને સમારકામ કરી શકાય છે, જેથી સમય અને મજૂરની બચત થાય છે. આ ડ્રાપ ટેબલનો સૌથી મોટો ફાયદો એ છે કે જો બોગીથી વ્હીલ અલગ કરી કાર્ય કરી શકાય છે, તો ઉપલા ડેસ્કમાં પણ તે જ સમયે સમારકામ અને જાળવણીનું કામ કરવામાં આવે છે, આ ટેકનીક થી સાથે 4 વ્યક્તિ અને 16 કલાક પ્રતિદિવસ ની બચત થાય છે, જેથી પ્રતિ વ્હીલ બદલવામાં 33 લાખની નોંધપાત્ર બચત થાય છે.

રેલ એન્જિનોનું રિમોટ મોનિટરિંગ:

સાબરમતી ડીઝલ શેડની બીજી વિશેષતા એ છે કે અહીં સમગ્ર ભારતમાં જ્યાં પણ ડીઝલ એન્જિન જાય છે ત્યાં રિમોટ મોનિટરિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ લોકોમોટિવ્સ અને ટ્રેન સિસ્ટમ (REMMLOT) 24 કલાક મોનીટરીંગ કરવામાં આવે છે જે શેડના 98 લોકો માં લાગેલ છે. જેની મદદથી તેમના ઓન લાઇન લોકેશન અને હેલ્થ ચેક  કરી શકાય છે. આમાં રીઅલ ટાઇમ ફોલ્ટ શોધી કાઢવામાં આવે છે તથા ટ્રબલ શૂટિંગ અને પરફોર્મન્સ એનાલિસિસ કરી ડ્રાઇવરની સહાયથી મુશ્કેલી સુધારવામાં આવે છે.

શેડની ઉપલબ્ધિઓ:

  1. અહીં વર્ક પ્લેસ, મેનેજમેન્ટ સિસ્ટમ S5 છે. જે જાપાની ધોરણનું વર્ક પ્લેસ છે.
  2. આ શેડનું એનર્જી ઓડિટ BEE સર્ટિફાઇડ એનર્જી ઓડિટર દ્વારા કરવામાં આવે છે.
  3. આ શેડને ગ્રીનનું રેટિંગ સર્ટિફિકેટ પ્રક્રિયા હેઠળ છે.
  4. તેને મેનેજમેન્ટ સિસ્ટમ ISO 9001: 2015 એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ISO 14001: 2015, હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ BS OHSAS 18001: 2007 અને એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ 50001: 2011 સર્ટિફિકેટ મળ્યો છે જે ગર્વની વાત છે.
  5. આ શેડમાંથી રેલ એન્જિન હમસફર, સયાજી નાગરી, જન્મભૂમિ, સોમનાથ અને કચ્છ એક્સપ્રેસ જેવી પ્રતિષ્ઠિત ટ્રેનો પર ચલાવવામાં આવે છે, જેમાં દેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના રેલ્વે નેટવર્કની સેવાઓ આપવામાં આવે છે.

રનિંગ કર્મચારીઓને તાલીમ આપવાની સુવિધાઓ :

આ પ્રતિષ્ઠિત તાલીમ સેન્ટરમાં રનિંગ કર્મચારીઓને એક અત્યાધુનિક સિસ્ટમની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં બે સિમ્યુલેટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, આ દ્વારા ટ્રેન ડ્રાઈવર વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવ દ્વારા ડ્રાઇવિંગની વધુ સારી તકનીકો શીખે છે, જ્યારે ટ્રબલ શૂટિંગમાં પણ તેમની કુશળતા વિકસાવે છે. તેમને અહીં આ તાલીમ પણ આપવામાં આવી છે કે કટોકટીની પરિસ્થિતિમાં ધૈર્ય ગુમાવ્યા વિના ઝડપી કાર્યવાહી કરીને જાન અને માલનું નુકસાન કેવી રીતે અટકાવવું. ટ્રેનની વાસ્તવિક કામગીરીમાં સંભવિત અવરોધો અને જોખમો સાથે કેવી રીતે કાર્યવાહી કરવી તે પણ શીખવવામાં આવે છે, શેડમાં એક સક્ષમ તાલીમ સેન્ટર પણ છે જ્યાં વર્ષ 2019 માં મોડેલ રૂમ, LCD પ્રોજેક્ટર, મલ્ટિમીડિયા સિસ્ટમ પ્રેક્ટિકલ રૂમ, વિદ્યુત પરીક્ષણ, સામાન્ય સુરક્ષા જાગૃતિ દ્વારા વર્ષ 2019 માં અત્યાર સુધી 671 સ્ટાફ ને આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, પેસેન્જર ટ્રેનોના રેલ્વે એન્જિનોને સાત દિવસ અને માલ એન્જિનોને 30 દિવસ નું શિડ્યૂલ હોય છે  જ્યારે આ રેલ એન્જિન આ સમયગાળા પછી શેડ પર પાછા ફરે છે, ત્યારબાદ તેઓ સાતથી આઠ કલાક સઘન જાળવણી કરવામાં આવે છે અને તમામ ભાગોનું સમારકામ કરી પુનઃ ટ્રેનોમાં લગાવવા માટે મોકલી દેવામાં આવે છે. 650 નિષ્ઠાવાન કર્મચારીઓની ટીમના લગન, મહેનત અને નિષ્ઠા થી આ ડીઝલ શેડ પોતાની સ્થાપના થી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. આ શેડમાં 2008 -09 માં એક યુગની શરૂઆત થઇ જયારે 37 કરોડ ના ખર્ચે પ્રથમ  50 HHP શેડ બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ રૂ. 18.43 કરોડ ના ખર્ચે 100 HHP શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે અને હાલમાં 27 કરોડના ખર્ચે 150 HHP શેડનું નિર્માણ કાર્ય પ્રગતિ પર છે હાલમાં અહીં એક હેરિટેજ લોકો, લેબોરેટરી, સ્ટાફ કેન્ટીન, તાલીમ કેન્દ્ર,  હોસ્ટેલ, મેસ, રિક્રિયેશન સેન્ટર તથા લીલોતરી છે. અને સુંદર બાગ બગીચાઓ છે. આ બધા સ્રોતોનો ઉપયોગ કરીને, તેઓ શેડના લોકોની ઉપલબ્ધતા અને ક્ષમતા વધારવા માટે કોઈ કસર છોડશે નહીં. વર્ષ 2018-19 માં આ શેડ ને પડકારરૂપ કાર્યને પૂર્ણ કરતા પ્રથમ વખત 35 વાર્ષિક શેડ્યૂલ કરવામાં આવ્યા જે પાછલા વર્ષ ની સરખામણીમાં બમણા છે. સ્ટાફનું મનોબળ જાળવવા અને તેમને તેમના કાર્ય પ્રત્યે લગન ઉત્પન્ન કરવા માટે ‘મેન ઓફ મંથ’ અને ‘મેન ઓફ ધ યર’ એવોર્ડ્સ પણ આપવામાં આવે છે સાથે શેડ દ્વારા જાળવણી કરેલ રેલ એન્જીનો ના લોકો પાઇલટ દ્વારા ફીડ બૈક પણ લેવામાં આવે છે તથા તેઓના બહુમૂલ્ય સુઝાવો પર ઉચિત કાર્યવાહી કરવામાં આવે છે.

શેડમાં રમતો અને મનોરંજન સુવિધાઓ:

સ્ટાફના પ્રોત્સાહન અને મનોબળ માટે શેડ માં ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ચેસ, કેરમ, ટેબલ ટેનિસ, રસ્સી ખેંચ અને મ્યુઝિકલ ચેર સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવે છે તથા ડ્રોઇંગ કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા, યોગ ક્લાસ, આરોગ્ય તપાસ શિબિર, ફર્સ્ટ એઇડ કેમ્પ, રક્તદાન શિબિરો અને નો તમાકુ ડેનું પણ આયોજન કરવામાં આવ્યું છે શેડની એક બાજુ વિશેષતા એ છે કે જો કોઈ કર્મચારી નિવૃત્ત થાય છે, તો તેના જીવન પર એક ડોક્યુમેન્ટરી બનાવી અને પ્રદર્શિત કરવામાં આવે છે.

40 વર્ષ ના ગૌરવશાળી ભૂતકાળ ની યાત્રા માં સાબરમતી ડીઝલ શેડ ને દરેક ચુનૌતી ને સફળતા પૂર્વક સામનો કર્યો છે તથા નવા રેકોર્ડ સ્થાપિત કાર્ય છે નવા તકનીકી યુગ ની સાથે પોતાને અપગ્રેડ કર્યું છે તથા નવા આવિષ્કારો દ્વારા પ્રગતિ ના પંથ પર અગ્રેસર થયું છે, શેડ નો ધ્યેય ‘સ્વચ્છ લોકો – સ્વસ્થ પરિસર’ રહયું છે જેણે આ પરિસર ને હંમેશા સાફ સુધારો અને સુંદર બનાવવામાં ખાસ ભૂમિકા ભજવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.