Western Times News

Gujarati News

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૧૫ આરોગ્યકર્મીઓનું બહુમાન કરાયું

આઝાદીના અમૃત કાળની ઉજવણી અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઝાદી કા અમૃત કાળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવન ખાતે રંગારંગ ઉજવણી કરીને સમગ્ર કેમ્પસને દેશભક્તિમય બનાવવામાં આવ્યું હતુ.

૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ૧૫ આરોગ્યકર્મીઓનું  વિશિષ્ટ કામગીરી બદલ બહુમાન કરવામાં આવ્યું હતુ.

આઝાદી કા અમૃત કાળમાં પ્રકૃતિના જતન માટે સંકલ્પ બધ્ધ થયેલા તબીબો દ્વારા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ૨૦૦ છોડનું વૃક્ષારોપણ કરીને તેના જતન માટે સંકલ્પબધ્ધતા દાખવવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી, યુ.એન. મહેતા ડાયરેક્ટર ડૉ. આર.કે.પટેલ, બી.જે.મેડિકલ ડિન ડૉ. કલ્પેશ શાહ, જી.સી.આર.આઇ. ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, કિડની ઇન્સ્ટીટ્યુટ ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રા, મેડિસીટી ડાયરેક્ટર ડૉ. જયેશ સચદે સહિતના ઉચ્ચ તબીબો  આ ઉજવણીમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.