Western Times News

Gujarati News

ટાઈગર સાથે બ્રેકઅપ બાદ બદલાયો દિશા પટનીનો મૂડ

મુંબઈ, દિશા પાટની અને ટાઈગર શ્રોફ, જેઓ બોલિવુડની પોપ્યુલર લવબર્ડ્‌સમાંથી એક હતા તેઓ હવે સાથ નથી. છ વર્ષના રિલેશનશિપ પર દિશા અને ટાઈગરે એક મહિના પહેલા જ પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમનું બ્રેકઅપ ભલે થઈ ગયું હોય પરંતુ તેમની વચ્ચે મિત્રતા યથાવત્‌ છે.

દિશા પાટની બોલિવુડની ફિટનેસ ફ્રિક એક્ટ્રેસિસમાંથી એક છે, તે ઘણીવાર જિમ બહાર જાેવા મળે છે. જાે કે, બ્રેકઅપ થયું ત્યારથી તે જાહેરમાં આવવાનું ટાળતી હતી પરંતુ એક દિવસ પહેવા વર્કઆઉટ કરીને જ્યારે તે જિમ બહાર કેમેરામાં કેદ થઈ ત્યારે તેના ચહેરા પર અનોખી ચમકી હતી. તેણે બ્લેક કલરનું જિમ વેઅર પહેર્યું હતું અને તેના ચહેરા પરની સ્માઈલ સતત યથાવત્‌ હતી.

જતાં-જતાં તેણે ફોટોગ્રાફર્સને ‘બાય’ પણ કહ્યું હતું. હોટ એક્ટ્રેસ બ્રેકઅપનું દુઃખ ભૂલી ગઈ અને જીવનમાં આગળ વધી ગઈ હોય તેમ તેના સામે આવેલા વીડિયો પરથી લાગી રહ્યું છે. દિશા અને ટાઈગરના બ્રેકઅપ બાદ તેમના કોમન ફ્રેન્ડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, એક્ટરે જ્યારથી તેના માતા-પિતાથી અલગ રહેવાનું શરૂ કર્યુ ત્યારથી તે અને દિશા મોટેભાગે સાથે જ રહેતા હતા.

આ વર્ષે જ લગ્ન કરી લેવા જાેઈએ તેમ દિશાને લાગ્યું હતું પરંતુ ટાઈગરે ‘ના અત્યારે નહીં’ તેમ કહ્યું હતું. દિશા પરણવા ઈચ્છતી હતી જ્યારે ટાઈગર વૈવાહિક સંબંધ માટે તૈયાર નહોતો. બીજી તરફ, છ વર્ષના રિલેશનશિપના અંત બાદ ટાઈગર શ્રોફ ફરીથી પ્રેમમાં પડ્યો હોવાની ચર્ચા છે.

રિપોર્ટ્‌સનું માનીએ તો તે મોડલ-એક્ટ્રેસ આકાંક્ષા શર્માને ડેટ કરી રહ્યો છે, આ એ જ યુવતી છે જેની સાથે ટાઈગર ‘કેસનોવા’ નામના મ્યૂઝિક વીડિયોમાં જાેવા મળ્યો હતો, જે ગયા વર્ષે રિલીઝ થયો હતો. ટાઈગર અને આકાંક્ષા ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર ૨.૦’ નામના મ્યૂઝિક વિડીયોમાં પણ સાથે જાેવા મળ્યા હતા.

પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, દિશા પાટની છેલ્લે ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં અર્જુન કપૂર, તારા સુતારિયા અને જ્હોન અબ્રાહમ સાથે જાેવા મળી હતી. એક્ટ્રેસ હવે અપકમિંગ ફિલ્મ ‘યોદ્ધા’ની તૈયારી કરી રહી છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની ઓપોઝિટમાં દેખાશે. તો ટાઈગર શ્રોફ ફિલ્મ ‘ગણપથ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે ફરીથી ક્રીતિ સેનન સાથે જાેડી જમાવતો દેખાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.