Western Times News

Gujarati News

અમે પ૦૦ રૂપિયા લેવા કમીટીમાં આવતા નથીઃ ભાજપ કોર્પોરેટર

File

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (Ahmedabad Municipal Corporation) “કમીશ્નર રાજ” ચાલી રહયું છે. તથા સતાધારી પક્ષ દ્વારા થતી રજુઆતો મામલે કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી તે મતલબની ફરીયાદો અવારનવાર બહાર આવે છે.

મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં (Standing Comittee) ભાજપના સભ્ય દ્વારા કરવામાં આવેલી રજુઆતો મામલે કમીશ્નરે ઉડાઉ જવાબ આપ્યો હતો તેથી ક્રોધિત થયેલ ભાજપના સીનીયર કોર્પોરેટરે બેઠકમાંથી “વોક આઉટ” કર્યો હતો સાથે-સાથે અમે કમીટી ભથ્થા ના રૂ.પ૦૦ લેવા માટે આવતા નથી તેમ કમીશ્નરને રોકડુ પર આપ્યું હતું.

મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની સોમવારે મળેલી મીટીંગમાં ઘાટલોડીયાના કોર્પોરેટર અને સીનીયર સભ્ય જતીનભાઈ પટેલે (ghatlodia corporator Jatin Patel) નવા પશ્ચિમઝોન વિસ્તારમાં નગરપાલિકા સમયથી ચાલી રહેલી પાણી વિતરણ વ્યવસ્થા દુર કરવા રજુઆત કરી હતી તેમના જણાવ્યા મુજબ નગરપાલિકા સમયે પાણીની જે વિતરણ વ્યવસ્થા હતી તેમાં છેલ્લા ૧૩ વર્ષથી લેશમાત્ર સુધારો થયો નથી. મ્યુનિ.કોર્પોરેશન શહેરમાં રોજ બે કલાક પાણી સપ્લાય કરે છે.

જયારે માત્ર નવા ઝોનના વિસ્તારોમાં જ સવારે ૬થી૮ ના સમયગાળા દરમ્યાન પાણી સપ્લાય થતા નથી.

કોઈ વિસ્તારમાં પરોઢીયે ચાર વાગે તો બીજા વિસ્તારમાં મધરાત્રે બાર વાગે પાણી સપ્લાય થાય છે. જેને દૂર કરવામાં આવતી નથી. ઉત્તર પશ્ચિમઝોનના વિસ્તારોમાં નિયત સમયમાં પાણી સપ્લાય થાય તે માટે ઓવરહેડ ટાંકીઓ માટે ઘણા વર્ષથી રજુઆતો કરવામાં આવે છે.

પરંતુ તેના માટે પ્લોટ નકકી થતા નથી. પાણીની ટાંકીઓ માટે પ્લોટ નકકી કરવામાં આવ્યા હોય તો તેની જાણકારી તમામ કમીટી સભ્યોને પણ આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી હતી. ભાજપના કોર્પોરેટરની સદ્દર રજુઆત સામે યોગ્ય જવાબ આપવાના બદલે કમીશ્નરે પ્રશ્ન ઉડાવવા પ્રયાસ કર્યા હતા. તથા “તમે કહો તે સમયે જ જવાબ કે ન મળે ન.”

તમે કહ્યું હું કમીશ્નરના આ પ્રકારના જવાબ સાંભળીને જતીન પટેલે આ સવાલ અને માંગણી ઘણી જુની છે તેથી વહીવટીતંત્ર પાસે આના જવાબ તૈયાર હોવા જરૂરી છે. તેમ જણાવ્યું હતું. તથા “અમે સભ્યો કમીટી ભથ્થાના રૂ.પ૦૦ લેવા આવતા નથી. અમારે પ્રજાની વચ્ચે જવાનું હોય છે તથા પ્રજાને જવાબ પણ આપવાના હોય છે” તેમ કહીને મીટીંગ છોડીને ચાલ્યા ગયા હતા.

સ્ટેન્ડીંગ કમીટીની બેઠક શરૂ થઈ તે સમયે ઘાટલોડીયા ટાંકી તૂટવા અંગે પણ ચર્ચા થઈ હતી. સદ્દર ટાંકીમાંથી પાણી સપ્લાય પ્રથા નેટવર્ષ બદલવાના કામ બાકી હોવાથી તેને તોડવામાં આવી ન હતી. પરંતુ ટાંકી તૂટી પડયા બાદ સ્થળ પર વધુ મોટી દુર્ઘટના રોકવા માટે ઈલેકટ્રીક સપ્લાય બંધ કરવો જરૂરી હતી. સ્થાનિક કોર્પોરેટર જતીનભાઈ પટેલે દુર્ઘટના સ્થળે જઈને ઈલેકટ્રીક સપ્લાય બંધ કરાવવા માટે જવાબદાર અધિકારીઓને સુચના આપી હતી.

પરંતુ અધિકારીઓ પાસે ઈલેકટ્રીક સર્વિસ નંબર પણ ઉપલબ્ધ ન હતો. તેથી બે કલાક માટે સમગ્ર વિસ્તારની લાઈટો બંધ કરાવવાની ફરજ પડી હતી. આ મુદ્દે પણ કમીટી સભ્ય અને સ્થાનિક કોર્પોરેટર જતીન પટેલે રોષ વ્યકત કર્યો હતો. તેમ કમીટીના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.