Western Times News

Gujarati News

ભરૂચના ૫૦૦ જેટલા વનરક્ષક અને વનપાલે પડતર પ્રશ્નો અંગે આવેદન પાઠવ્યું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજ્ય સરકારે હાલમાં જ પોલીસ કર્મચારીઓને વેતન વધારો સહિતનો લાભ આપ્યો હતો.જાેકે, વન કર્મચારીઓની વર્ષો જૂની પગાર, બઢતી, ભરતી સહિતની પડતર માંગણીઓ સંદર્ભે આશ્વસન બાદ કોઈ નિરાકરણ નહિ લવાતા ૨૯ મીથી રાજ્યવ્યાપી હડતાલની ઘોષણા કરાઈ છે.

ગુજરાત રાજ્ય વન કર્મચારી મહા મંડળ દ્વારા અગાઉ ગ્રેડ પે, બઢતી અને ભરતી રેસિયો સહિતના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય સરકારમાં રજુઆત કરાઈ હતી.

રાજ્ય સરકારે વન વિભાગના વનરક્ષક અને વનપાલના વર્ષો જુના પડતર પ્રશ્નો નિવારવાની ખાતરી આપી હતી.જાેકે તેનું નિરાકરણ નહિ આવતા અગાઉની જાહેરાત મુજબ ૨૮ ઓગસ્ટથી રાજ્યભરના વન કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જવા મક્કમ બન્યા છે.

ભરૂચ જીલ્લામાં પણ વનપાલ અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા ૫૦૦ થી વધુ કર્મચારીઓએ આજે મંગળવારે નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે ભેગા થઈ ડી.એફ.સી અને એ.સી.એફને મુખ્યમંત્રીને સંબોધતુ આવેદન પત્ર પાઠવ્યું હતું.

જેમાં ભરૂચ જીલ્લાના પણ તમામ વન કર્મચારીઓ રાજ્યના કર્મચારીઓ સાથે ૨૯ ઓગસ્ટથી અચોકસ મુદતની હડતાલ ઉપર ઉતરી તમામ કામગીરીથી અળગા રહેશે તેવી જાહેરાત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.