Western Times News

Gujarati News

સરકારે પશુપાલકોને પશુઓના ટ્રાન્સપોર્ટ કરવાનો ખર્ચ આપશે

Files Photo

હાઈકોર્ટે રખડતા ઢોર મામલે ગુજરાત સરકારનો ઉઘડો લેતા પગલાં લેવાયા-પશુપાલકો પાસે જગ્યા ન હોય તો પશુઓને ઢોરવાડામાં મૂકવા દેવાશે

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ઘણો જ વધી ગયો છે. એક પણ ગામ કે શહેર એવું નહીં હોય કે જેના રસ્તાઓ પર રખડતા ઢોર જાેવા ન મળતા હોય. રખડતા ઢોરોને કારણે અવાર-નવાર ગંભીર અકસ્માતો પણ બનતા હોય છે. આ મામલે વારંવારની રજૂઆતો છતાં અગમ્ય કારણોસર સત્તાધીશો આ મામલે કોઈ કાર્યવાહી કરતા ન હતા.

દરમિયાનમાં હાઈકોર્ટે રખડતા ઢોરને મામલે બુધવારે ટકોર કરી હતી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આજે સાંજ સુધીમાં રખડતા ઢોર મામલે કોઈ ર્નિણય કરવા આદેશ આપ્યો હતો. તે પછી સરકાર જાગી હતી. સરકારે જાહેર કર્યું છે કે, જાે પશુપાલકો પાસે જગ્યા ન હોય તો તેમના પશુઓને તેઓ ઢોરવાડામાં મૂકી શકાશે. સરકારે જણાવ્યું છે કે, આ પશુઓની સારસંભાળ સરકાર રાખશે અને પશુપાલકોને પશુઓના ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ આપવામાં આવશે.

રાજ્યના નાગરિકોને સરકાર રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા રાજ્ય સરકાર મક્કમ હોવાનું જણાવતા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યના પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તો તેઓ પોતાના પશુ ઢોરવાડામાં મૂકી શકશે. જેની સંપૂર્ણ સારસંભાળ રાજ્ય સરકાર રાખશે.

એટલું જ નહીં, ઢોરવાડા સુધી રખડતા ઢોરોને પહોંચાડવા માટેના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ રાજ્ય સરકાર ભોગવશે.તેમણે જણાવ્યું કે, રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓમાં ઢોરવાડા બનાવવામાં આવશે. તે માટે રૂ. ૧૦ કરોડની અલગથી જાેગવાઈ કરવામાં આવશે અને જરૂર પડે તેમાં વધારો પણ કરાશે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પકડાયેલા ઢોરો માટે પાણી, શેડ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવાશે.

ચોમાચા દરમિયાન પશુપાલકો પાસે પશુઓ રાખવા માટે પૂરતી જગ્યા કે અન્ય વ્યવસ્થા ન હોવાના કારણે પશુઓને રોડ પર છોડી દેવામા આવે છે, જેના પરિણામે પશુઓની સંખ્યા રોડ પર વધારે પ્રમાણમાં જાેવા મળે છે. જે બાબતને ધ્યાનમાં લઈને જે પશુપાલકો પાસે આવી વ્યવસ્થાન હોય તે પશુપાલકો સંબંધિત મહાનગરપાલિકા કે નગરપાલિકાના ઢોરવાડામાં પશુઓ મૂકી શકે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

વાઘાણીએ જણાવ્યું કે, તેના માટે સંબંધિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને સૂચના આપી દેવામાં આવી છે કે, પશુપાલકો ઢોરને ઢોરવાડામાં મૂકવા આવે ત્યારે તે વિના મૂલ્યે રાખવામાં આવે અને પશુઓને પૂરતી સગવડ આપવામાં આવે.

સાથે જ તેમણે કહ્યું કે, શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરોને પકડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. બુધવારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે સરકારનો ઉધડો લેતા વેધક સવાલો પૂછતા કહ્યું હતું કે, જાે આ મામલે સરકાર સક્ષમ ન હોય તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. તે સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકારને તાત્કાલિક જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.