Western Times News

Gujarati News

રણબીર કપૂરને સમજાઈ પોતાની ભૂલ

રણબીરે આલિયાના વજન ઉપર કરેલી ટિપ્પણી માટે માફી માંગી

અભિનેત્રી આલિયા ભટ્ટના વજન પર રણબીર કપૂરે કોમેન્ટ કરતાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો

મુંબઈ,છેલ્લા થોડા દિવસથી એક્ટર રણબીર કપૂર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાને છે. રણબીર કપૂરે એક યૂટ્યૂબ લાઈવ સેશન દરમિયાન પત્ની આલિયા ભટ્ટના વધેલા વજન અંગે ટિપ્પણી કરી હતી.
રણબીરે પ્રેગ્નેન્ટ આલિયાના બેબી બંપ સામે જાેઈને તેને ફેલાઈ રહી છે તેમ કહ્યું હતું. આ સાંભળીને આલિયા પણ ચોંકી જતાં રણબીરે વાત વાળી લેતાં તે મજાક કરે છે તેમ કહ્યું હતું.

જાેકે, સોશિયલ મીડિયા યૂઝર્સને રણબીરની આ ટિપ્પણી પસંદ ના આવી અને તેણે તેના પર ફિટકાર વરસાવાનો શરૂ કર્યો હતો. બુધવારે રણબીર કપૂર એસએસ રાજમૌલી અને નાગાર્જુન સાથે ચેન્નાઈમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રનું પ્રમોશન કરતો જાેવા મળ્યો હતો. એ દરમિયાન તેણે મીડિયા સાથેની વાતચીતમાં આ કોમેન્ટ પર પ્રતિક્રિયા આપી હતી.રણબીરને પૂછવામાં આવ્યું હતું કે, આલિયા પર તેણે કરેલી કોમેન્ટના લીધે લોકો નારાજ છે ત્યારે શું તે સ્પષ્ટતા કરવા માગે છે?

રણબીરે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના માફી માગી હતી અને તેનું સેન્સ ઓફ હ્યુમર ખરાબ હોવાનું કબૂલ્યું હતું.
ડેડ ટુ-બી રણબીરે કહ્યું, “હા, ચોક્કસ. પહેલા તો હું કહી દઉં કે મારી જિંદગીમાં જે કંઈપણ છે તે બધા જ સાથે મારી પત્નીને પ્રેમ કરું છું. હવે જે થયું એની વાત કરું તો તે એવો જાેક હતો જે જરા પણ રમૂજી નહોતો. હું બધાની માફી માગવા માગુ છું કે તેમની લાગણીઓ દુભાવી છે.

મારો ઈરાદો એવો નહોતો. મેં આલિયા સાથે આ વિશે વાત કરી હતી અને તેણે તો આ વાત હસી નાખી હતી. તેણે આ વાતને મજાકમાં જ લીધી હતી. મારું સેન્સ ઓફ હ્યુમર ખરાબ છે અને ઘણીવાર તે મારા પર જ ઊંધું પડે છે. એટલે મેં કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો ફરી એકવાર માફી માગુ છું.”

જણાવી દઈએ કે, આલિયા અને રણબીર થોડા જ મહિનાઓમાં પેરેન્ટ્‌સ બનવાના છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેમણે લગ્ન કર્યા હતા અને જૂનમાં આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, આલિયા-રણબીર ફિલ્મ બ્રહ્માસ્ત્ર થકી પહેલીવાર ફિલ્મી પડદે સાથે જાેવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન મહત્વના રોલમાં છે. ફિલ્મ ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.