આજે સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા

મુંબઇ, અમેરિકી બજાર સહિત વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેરબજારો ગુલઝાર જાેવા મળ્યું. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૨૫૨.૮૮ પોઈન્ટની તેજી સાથે ૫૯૩૩૮.૩૧ ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી ૬૯.૯૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૬૭૪.૯૦ ના સ્તરે ખુલ્યો.
બજારમાં હાલ જે શેર સારો દેખાવ કરી રહ્યા છે તેમાં નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં ડિવીસ લેબ્સ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સ, એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા સ્ટિલ ટોપ ફાઈવમાં જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેંક, એચયુએલ, ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વના શેર જાેવા મળી રહ્યા છે.
તેજીમાં પણ જે શેર રોકાણકારોને પરેશાન કરી રહ્યા છે તેમાં નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં સિપ્લા, આઈશર મોટર્સ, એપોલો હોસ્પિટલ, હીરો મોટરકોર્પ, એચસીએલ ટેકના શેર છે અને સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એચસીએલ ટેકના શેર જાેવા મળી રહ્યા છે.HS1MS