Western Times News

Gujarati News

કાર ડેમની ખાડીમાં પડતા એક જ પરિવારના ત્રણ ના મોત

ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમવતા કાર બલદવા ડેમની ખાડીમાં પડતા એક જ પરિવારના ત્રણ ના મોત.

મહિલા તલાટી અને પતિ સહીત ૩ વર્ષની બાળકીનું ડૂબી જતા કરુણ મોત.

(વિરલ રાણા) ભરૂચ,નેત્રંગ – ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં પડી જતા મહિલા તલાટી અને પતિ સહીત ૩ વર્ષની બાળકીનું ડૂબી જતા કરુણ મોત નીપજ્યું હતું.

રાજપીપળાના વડીયા ગામ પાસે આવેલ સત્યમ નગરમાં રહેતા નિવૃત પોલીસ અધિકારી લવઘણ ઉક્ક્ડીયાભાઈ વસાવાનો ૩૪ વર્ષીય પુત્ર સંદીપકુમાર લવઘણ વસાવા નેત્રંગ ગામના માંડવી રોડ ઉપર આવેલ ગોકુળધામ ખાતે પત્ની યોગિતાબેન સંદીપકુમાર વસાવા અને ૩ વર્ષીય પુત્રી માહી સાથે રહે છે.

પત્ની યોગીતાબેન વસાવા કામલીયા ગામ ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે સેવા બજાવે છે.જેઓ ગત રોજ પતિ સંદીપ વસાવા સાથે કાર નંબર જીજે ૨૩ એએન ૨૫૩૯ લઈ કોડવાવ નજીક આવેલ ગજાનંદ હોટલ ખાતે જમવા ગયા હતા.જેઓ ત્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમ્યાન નેત્રંગ – ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ પાસે ખાડામાં ટાયર પડતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કાર બલદવા ડેમની ખાડીમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં કારમાં સવાર દંપતી અને ૩ વર્ષની પુત્રી ડૂબી જતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે નેત્રંગ પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ ઉપર પડેલ ખાડો એક પરિવારના ત્રણ સભ્યોને ભરખી જતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.