Western Times News

Gujarati News

મહિલાઓના વસ્ત્રો ચોરીને ભાગી જતો હતો યુવક

આને શું કહેવું? વિકૃતિ કે પછી માનસિક સમસ્યા

કહેવાય છે કે યુવક મહિલાઓના કપડાં ચોરી કરવા માટે પાઈપનો સહારો લઈને ઘરોની છત ઉપર પણ ચડી જતો હતો

નવી દિલ્હી,લોકોની મનોવૃત્તિ કેવી હોય છે તે વિશે કશું જ કહી શકાય નહીં. એક એવો મામલો મધ્ય પ્રદેશથી સામે આવ્યો છે કે જાણીને ચોંકી જશો. ગ્વાલિયરના આ વીડિયોમાં એક યુવક મહિલાઓના આંતરવસ્ત્રો ચોરતો જાેવા મળી રહ્યો છે. કપડાંની ચોરી કરવા માટે યુવક ઘરની છત પર ચડી જતો. યુવકની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે અને તેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ મામલો ગ્વાલિયર શહેરના કિલા ગેટ પોલીસ મથક હદ પાસે ગૌસપુરાનો છે. કહેવાય છે કે યુવક મહિલાઓના કપડાં ચોરી કરવા માટે પાઈપનો સહારો લઈને ઘરોની છત ઉપર પણ ચડી જતો હતો અને પછી ઘરોની બહાર રસ્સી કે તાર પર ટાંગેલા વસ્ત્રોની ચોરી કરીને ગાયબ થઈ જતો હતો. મહિલાઓના કપડાં ચોરનારા આ ચોરનો કપડાં ચોરીનો વીડિયો સામે આવતા હડકંપ મચ્યો છે.

વીડિયોમાં જાેવા મળે છે કે યુવક પહેલા તો એક ઘરની પાસેથી પસાર થાય છે પછી પાછો આવીને ઘરની દીવાલ પર ચડીને તાર પર ટાંગેલા કપડાં ચોરીને ભાગી જાય છે. આ વિસ્તારમાં ઘણા સમયથી ઘરમાંથી મહિલાઓના કપડાં ગાયબ થવાની ઘટનાઓ ઘટી રહી હતી. પરંતુ શરમમાં કે પછી પૂરાવાના અભાવે પોલીસને જાણ કરાઈ નહતી.

પરંતુ એક ઘરની બહાર લાગેલા સીસીટીવીમાં ચોરની આ વારદાત કેદ થઈ ગઈ અને ત્યારબાદ નેહુ નામની મહિલાએ હિંમત દેખાડીને પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવી. એફઆઈઆરમાં કહેવાયું કે અડધી રાતે ચોરે ઘરમાં દાખલ થઈને આંતરવસ્ત્રો ચોરી કર્યા અને કૂર્તામાં રાખેલા પૈસા પણ ચોરી કરીને લઈ ગયો.

ફરિયાદમાં કહેવાયું છે કે કપડાંની ચોરી કરનારો આ યુવક મહોલ્લાનો જ રહીશ છે. ફરિયાદકર્તાઓએ અનેકવાર ચોરના પરિજનોને તેની હરકતો વિશે જણાવ્યું. પરંતુ આ વાતની ચોર પર કોઈ અસર થઈ નહીં અને તે સતત આ પ્રકારની ઘટનાઓને અંજામ આપતો રહ્યો. કંટાળીને તેમણે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.