Western Times News

Gujarati News

કોવિડ-૧૯નો એક નવો વેરિએન્ટ Omicron BA.5 પકડમાં આવ્યો

હવે વાયરસ દર મહિને તમને એકવાર કરશે સંક્રમિત

કોરોનાનું જાેખમ આજકાલનું નહીં પણ છેલ્લા લગભગ ૩ વર્ષથી છે, આ વાયરસ જવાનું નામ જ લેતો નથી, અત્યાર સુધીમાં તેના અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે

નવી દિલ્હી,કોરોના વાયરસનું જાેખમ આજકાલનું નહીં પણ છેલ્લા લગભગ ૩ વર્ષથી છે. આ વાયરસ જવાનું નામ જ લેતો નથી. અત્યાર સુધીમાં તેના અનેક વેરિએન્ટ આવી ચૂક્યા છે. દરેક વેરિએન્ટ અન્ય કરતા અલગ હોય છે. હાલમાં જ કોવિડ-૧૯નો એક નવો વેરિએન્ટ પકડમાં આવ્યો છે. જેનું નામ Omicron BA.5 છે.

અમેરિકાના એક્સપર્ટે તેના પર સ્ટડી કરતા જે ખુલાસો કર્યો તે ખુબ ચોંકાવનારો છે. તેમનું કહેવું છે કે આ વેરિએન્ટ દર મહિને માણસને પોતાની ઝપેટમાં લઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ ચેતવણી ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ દુનિયાના તમામ લોકોને આપી છે. આવો આ વેરિએન્ટ વિશે વિસ્તારથી જાણીએ.

Omicron BA.5 અંગે તજજ્ઞો કહે છે કે આ નવો વેરિએન્ટ ગત અન્ય વેરિએન્ટની સરખામણીમાં ઝડપથી ફેલાય છે. જ્યાં પહેલા એકવાર કોરોના પોઝિટિવ થયા બાદ લોકોને આ વાયરસથી ઈમ્યુનિટી મળી રહી હતી ત્યાં આ મામલે હવે એવું નથી જાેવા મળી રહ્યું. નવો વેરિએન્ટ ગણતરીના અઠવાડિયાઓમાં વારંવાર પીડિતને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે.

તેના મ્યુટેન્ટથી વધુ ફેલાવાના લક્ષણ મળ્યા છે. ઝડપથી ફેલાવવાના જાેખમ વચ્ચે આ વેરિએન્ટની એક ખાસ વાત એ છે કે તે જીવલેણ નથી. ઓસ્ટ્રેલિયાના ચીફ હેલ્થ ઓફિસર એન્ડ્રૂ રોબર્ટસને આ વેરિએન્ટ વિશે કહ્યું છે કે પહેલા એવું કહેવાતું હતું કે જે લોકોને રસી લાગી છે તેમને કોરોના પ્રભાવિત કરશે નહીં. પરંતુ એવું નથી.

આવા લોકો પણ સંક્રમિત થવા લાગ્યા છે. આ વેરિએન્ટની સાથે સારી વાત એ છે કે તે જીવલેણ નથી. તેનાથી પીડિત થવા પર થોડા દિવસ ફ્લૂ જેવા લક્ષણો જાેવા મળે છે પરંતુ પછી માણસ સાજાે થવા માંડે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.