Western Times News

Gujarati News

યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, વીડિયો વાયરલ

ક્યારેક ક્યારેક કેટલાક લોકોની સાથે એવી ઘટના બને છે, જેના પર સરળતાથી ભરોસો કરવો મુશ્કેલ બને છે

ફેસબુકમાં આ વીડિયો વાયરલ થયો છે

નવી દિલ્હી,ક્યારેક ક્યારેક કેટલાક લોકોની સાથે એવી ઘટના બને છે, જેના પર સરળતાથી ભરોસો કરવો મુશ્કેલ બને છે. પરંતું આ વીડિયો જાેઈને તમે માની લેવા મજબૂર બની જશો કે તમારા કાનમાં કેવી રીતે સાપ ઘૂસી શકે છે. સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીના કાનમાં સાપ ઘૂસી ગયો છે.

યુવતીને જેમ કાનમાં સાપ ગયો છે તેવું માલૂમ પડ્યું, તો તે દોડતા દોડતા ડોક્ટર પાસે ગઈ હતી. વીડિયો જાેઈને તમારા રુંવાડા ઉભા થઈ જશે. કારણ કે, તેના કાનમાં ખતરનાક એવો ટચૂકડો સાપ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ફેસબુકમાં આ વીડિયો વાયરલ થયો છે. જેમાં જાેઈ શકાય છે કે, યુવતી એક ડોક્ટરની પાસે પોતાની આ સમસ્યા લઈને પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shilpa Roy (@shilparoy9933)

 

ડોક્ટરને જ્યાં સુધી આ ઘટના વિશે માલૂમ પડ્યુ તો તેઓ પહેલા એલર્ટ થઈ ગયા હતા. સારી વાત એ છે કે સમયસર યુવતીના કાનમાંથી સાપ કાઢી લેવામાં આવ્યો હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ડોક્ટર યુવતી પાસે બેસીને સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ડોક્ટરે નાનકડો ચીપિયો પકર્યો છે, અને તેઓ સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

આ સાપ પીળા રંગનો છે, જેનું મોઢું બહારના ભાગ પર છે. જાેકે, આ વીડિયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ નથી. આ વીડિયોને અત્યાર સુધી ૨ લાખ ૪૧ હજાર લોકોને લાઈક કર્યું છે. જ્યારે કે ૬ હજારથી વધુ લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરી છે. એક યુઝરે વીડિયો જાેઈને લખ્યું કે, સાપને બહાર કાઢવામાં આવી રહ્યો છે કે, અંદર નાંખવામાં આવી રહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, યુવતી જંગલમાં સૂઈ ગઈ હતી કે શું?ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.