સપ્ટેમ્બરના અંત સુધીમાં TETની પરીક્ષા લેવાશે
શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો છે મહત્વનો ર્નિણય
૫૩૬૦ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવામાં આવશે
ગાંધીનગર,રાજ્યમાં શિક્ષકોને લઈને એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે આ ખાલી પડેલી કેટલીક જગ્યાઓ ભરવા માટે સરકારે જાહેરાત કરી છે. ગુજરાત સરકારની મળેલી કેબિનેટની બેઠકમાં એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આ બેઠકમાં શિક્ષકોની ભરતીને લઈને મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. શિક્ષકોની ખાલી પડેલી ૫૩૬૦ જેટલી જગ્યાઓ ભરવા માટેનો ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી સપ્ટેમ્બરના અંતમાં TETની પરીક્ષા લેવામાં આવશે, એવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
મહત્વનું છે કે, રાજ્યની સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ જાેવા મળી રહી છે. ત્યારે શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આજે ગુજરાત રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ૫૩૬૦ જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, શિક્ષકોની ૫૩૬૦ જગ્યા ભરવામાં આવશે. શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરવા માટે કાર્યવાહી કરવામા આવશે. ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
તો આગામી સમયમાં TETની પરીક્ષા પણ લેવામાં આવશે. ત્યારે સપ્ટેમ્બરના અંતમાં TETની પરીક્ષા પણ લેવાની વાત જીતુ વાઘાણીએ કરી હતી. સાથે જ એવું પણ જણાવ્યું કે, શિક્ષણ વિભાગને નવા નવા આયામો પણ સિદ્ધ કર્યા છે. ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સમયે સમયે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લે ૩૩૦૦ ભરતી કરવામાં આવી હતી. કેટલાંક જિલ્લાઓમાં જિલ્લા ફેરબદલની અરજીઓ પેન્ડિંગ છે.
ત્યારે ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. રાજ્યના વિવિધ જિલ્લીઓમાંથી માહિતી પણ એકત્ર કરવામાં આવી છે. જે મુજબ ૫૩૬૦ જગ્યાઓ ભરવાનો ર્નિણય શિક્ષક વિભાગે લીધો છે. જીતુ વાઘાણીએ એવું પણ જણાવ્યું કે, શિક્ષણ વ્યવસ્થાને નુકસાન ન થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેથી ભરતી માટેના ફોર્મ ભરવાની વ્યવસ્થા પણ ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. સાથે સાથે TETની પરીક્ષા લેવાય એવી વિદ્યાર્થીઓની રજૂઆત હતી. અંદાજે છેલ્લાં ત્રણેક વર્ષથી આ પરીક્ષા લેવામાં આવી નથી. જે ટૂંક સમયમાં લેવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં આ પરીક્ષા અને ભરતી પ્રક્રિયા શરુ કરવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. ત્યારે શિક્ષણ વિભાગની આ જાહેરાત બાદ TETના ઉમેદવારમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ss1