Western Times News

Gujarati News

રેલવેમાં આશરે 1.2 લાખ નોકરીઓની રોજગારી નિર્માણની સંભાવના

પ્રતિકાત્મક

 કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા (કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ અને રેલવેનાં વિશિષ્ટ ઉપયોગ)નાં અમલીકરણ માટે રેલવેની જમીનને લાંબા ગાળાના ભાડાપટ્ટા પર આપવા અંગેની નીતિને મંજૂરી આપી

આગામી પાંચ વર્ષમાં 300 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ વિકસાવવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા (કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ, સરકારી ઉપયોગિતાઓ અને રેલવેનાં વિશિષ્ટ ઉપયોગ)નાં અમલીકરણ માટે રેલવેની જમીન નીતિમાં સુધારો કરવાની રેલવે મંત્રાલયની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

અસર:

i.        તેનાથી રેલવેને વધારે કાર્ગો ખેંચી લાવવામાં મદદ મળશે, નૂર પરિવહનમાં રેલવેનો મોડલ હિસ્સો વધશે, જેથી ઉદ્યોગનાં લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.

ii.        આનાથી રેલવેને વધુ આવક થશે.

iii.        તેનાથી પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમની પરિકલ્પના મુજબ યુટિલિટીઝ માટે મંજૂરીઓ સરળ બનશે. તેનાથી વીજળી, ગેસ, પાણી પુરવઠો, ટેલિકોમ કેબલ, ગટર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી), પાઇપલાઇન, રોડ, ફ્લાયઓવર્સ, પણ ટર્મિનલ સિવાય, પ્રાદેશિક રેલવે પરિવહન, શહેરી પરિવહન વગેરે જેવી જાહેર ઉપયોગિતાઓને સંકલિત રીતે વિકસાવવામાં મદદ મળશે.

iv.        આ નીતિગત સુધારો આશરે 1.2 લાખ રોજગારીનાં સર્જનની સંભવિતતાને સક્ષમ બનાવશે.

નાણાકીય અસરો:

કોઈ વધારાનો ખર્ચ કરવામાં આવશે નહીં.  જમીન ભાડાપટ્ટાની નીતિને ઉદાર બનાવવાથી તમામ હિતધારકો/સેવા પ્રદાતાઓ/ઓપરેટર્સ માટે કાર્ગો સાથે સંબંધિત વધારે સુવિધાઓ સ્થાપિત કરવાની તકો ખુલશે અને રેલવેને કાર્ગોની વધારાની હેરફેર અને નૂરની આવક ઊભી કરવામાં મદદ કરવા માટે તેમની ભાગીદારી સુનિશ્ચિત થશે.

લાભો:

આ નીતિગત સુધારો આશરે 1.2 લાખ રોજગારીની સંભવિતતાને સક્ષમ બનાવશે.

વિગતો:

i.        રેલવેની સંશોધિત જમીન નીતિ માળખાગત સુવિધા અને વધારે કાર્ગો ટર્મિનલ્સના સંકલિત વિકાસને સક્ષમ બનાવશે.

ii.        તે કાર્ગો સંબંધિત પ્રવૃત્તિઓ માટે રેલવેની જમીનને લાંબા ગાળાના ભાડાપટ્ટા માટે પ્રદાન કરે છે, જે દર વર્ષે જમીનની બજાર કિંમતના 1.5 ટકાના દરે 35 વર્ષ સુધીના ગાળા માટે છે.

iii.        કાર્ગો ટર્મિનલ્સ માટે રેલવેની જમીનનો ઉપયોગ કરતી હાલની કંપનીઓ પાસે પારદર્શક અને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી નવી નીતિગત વ્યવસ્થામાં જવાનો વિકલ્પ હશે.

iv.        આગામી પાંચ વર્ષમાં 300 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ વિકસાવવામાં આવશે અને આશરે 1.2 લાખ રોજગારીનું સર્જન કરવામાં આવશે.

v.        આનાથી નૂર પરિવહનમાં રેલનો મોડલ હિસ્સો વધશે અને દેશમાં એકંદરે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે.

vi.        આ નીતિ વીજળી, ગેસ, પાણી પુરવઠો, ગટર નિકાલ, શહેરી પરિવહન વગેરે જેવી જાહેર સેવા યુટિલિટીઝનાં સંકલિત વિકાસ માટે દર વર્ષે જમીનનાં બજાર મૂલ્યનાં 1.5 ટકાના દરે રેલવેની જમીન પ્રદાન કરીને રેલવેની જમીનના ઉપયોગ અને રાઇટ ઑફ વે (રો)નું સરળીકરણ પણ કરે છે.

vii.        ઓપ્ટિકલ ફાઇબર કેબલ (ઓએફસી) અને અન્ય નાના વ્યાસની ભૂગર્ભ ઉપયોગિતાઓ માટે રેલવે ટ્રેક પાર કરવા માટે રૂ. 1000/- ની એક વખતની ફી લેવામાં આવશે.

viii.        નીતિમાં રેલવેની જમીન પર સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે નજીવી કિંમતે રેલવેની જમીનનો ઉપયોગ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

ix.        આ નીતિ રેલવેની જમીન પર સામાજિક માળખાગત સુવિધા (જેમ કે પીપીપી મારફતે હૉસ્પિટલો અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન મારફતે શાળાઓ) 1 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રતિ વર્ષની નજીવી વાર્ષિક ફી સાથે વિકસાવવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્ય:

વ્યાપક નીતિ દસ્તાવેજ મંત્રીમંડળની મંજૂરીના 90 દિવસની અંદર તૈયાર કરવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી ગતિ શક્તિ કાર્યક્રમ હેઠળ કલ્પના કરવામાં આવેલી યુટિલિટીઝ સ્થાપિત કરવા માટેની મંજૂરીઓને સરળ બનાવવામાં આવશે.
આગામી પાંચ વર્ષમાં 300 પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ્સ વિકસાવવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:

રેલવેનું સંગઠન અને નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે.  જો કે, રેલવે તેની પ્રવર્તમાન જમીન નીતિઓ સાથે માળખાગત સુવિધાઓનાં અન્ય માધ્યમો સાથે સારી રીતે સંકલન સાધી શક્યું ન હતું.

એટલે પ્રધાનમંત્રી ગતિ શક્તિ માળખા હેઠળ દેશભરમાં માળખાગત સુવિધાઓનાં ઝડપી સંકલિત આયોજન અને વિકાસને સક્ષમ બનાવવા રેલવેની જમીન લીઝ નીતિને સુવ્યવસ્થિત અને સરળ બનાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

હાલની નીતિ રેલવે સંબંધિત કોઈ પણ પ્રવૃત્તિ માટે પાંચ વર્ષ સુધીના ટૂંકા ગાળા માટે રેલવેની જમીનને લાઇસન્સ આપવાની મંજૂરી આપે છે.  આવા ટૂંકા ગાળાના લાઇસન્સ સમયગાળાને કારણે મલ્ટિ-મોડલ કાર્ગો હબ બનાવવા માટે કોઈ ગંભીર રોકાણકારોને આકર્ષાતા નથી.

મુખ્યત્વે સરકારી જમીન સરકારી સાહસો (પીએસયુ)ને ભાડાપટ્ટે આપવા માટે 35 વર્ષ સુધી રેલવેની જમીનને લાંબા ગાળાના ભાડાપટ્ટા પર આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી કાર્ગો ટર્મિનલ્સમાં રોકાણનો અવકાશ મર્યાદિત રહે છે.

રેલ પરિવહનનું એક કાર્યક્ષમ માધ્યમ હોવાથી, ઉદ્યોગનો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે રેલ દ્વારા વધુ નૂર હોવું જરૂરી છે.  નૂર પરિવહનની જરૂરિયાતમાં રેલના મોડલ હિસ્સાને વધારવા માટે વધુ કાર્ગો ટર્મિનલ્સના વિકાસને પ્રોત્સાહિત કરવા માટે લેન્ડ લીઝિંગ નીતિમાં ફેરફાર કરવાની જરૂર અનુભવાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.