Western Times News

Gujarati News

છોકરાના પેટમાંથી એક USB કેબલ નીકળ્યો

ભૂલથી ૧૫ વર્ષનો છોકરો ગુમાવી શકતો હતો જીવ

Private Part સાથે મજાક કરવી છોકરાને પડી ભારે

છોકરાના પેટમાંથી એક USB કેબલ નીકળ્યો હતો, જે તેણે પોતે જ તેના શરીરમાં દાખલ કર્યો હતો

નવી દિલ્હી,યુવાનીમાં લોકો ઘણીવાર આવી ભૂલો કરે છે, જેના કારણે તેમને લાંબા સમય સુધી ભોગવવું પડે છે. ત્યારે ઉત્સાહમાં આવીને કામ કરનાર વ્યક્તિ તેના પરિણામોની પણ પરવા કરતી નથી. જ્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે, ત્યારે આંખો ખુલે છે.

પરંતુ ઘણા કિસ્સાઓમાં ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક ૧૫ વર્ષીય બાળકને તેની મૂર્ખતાના કારણે જીવ મુશ્કેલીમાં મુકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેના પેટમાંથી એક USB કેબલ નીકળ્યો હતો, જે તેણે પોતે જ તેના શરીરમાં દાખલ કર્યો હતો. આ ઘટના યુરોલોજી કેસ હિસ્ટ્રીમાં સબમિટ કરવામાં આવી હતી. આ કેસ નવેમ્બર ૨૦૨૧નો છે, જ્યાં એક ૧૫ વર્ષીય બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

સાયન્સ ડાયરેક્ટ રિપોર્ટમાં ડોક્ટરોએ લખ્યું છે કે બાળકના પેટની અંદરથી એક યુએસબી વાયર મળી આવ્યો છે. તે તેના મૂત્રમાર્ગની નજીક એકઠું થઈ ગયું હતું અને વાયરમાં ઘણી ગાંઠો હતી. હવે તમે વિચાર્યું હશે કે આ મોબાઈલ ચાર્જિંગ કેબલ ત્યાં ક્યાંથી આવ્યો હશે? વાસ્તવમાં, બાળકના જુવાનીના ઉત્સાહમાં લેવાયેલા ખોટા પગલાને કારણે આવું બન્યું હતું.

બાળકને તેની માતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ આવી હતી. તેના પ્રાઈવેટ પાર્ટમાંથી સતત લોહી આવી રહ્યું હતું. જ્યારે તે ટોઇલેટ કરતો હતો ત્યારે તેની હાલત વધુ દર્દનાક બની જતી હતી. ડોકટરોએ તેને દાખલ કર્યો અને તેનો એક્સ-રે કરાવ્યો. જેમાં તેણે જાેયું કે તેના પેટની અંદર એક યુએસબી વાયર છે.

જ્યારે ડોક્ટરોએ તેને પૂછ્યું કે આ વાયર તેના શરીરમાં કેવી રીતે ગયો તો તેણે તેની પાછળનું રહસ્ય જાહેર કર્યું. તેની માતાને રૂમમાંથી બહાર કાઢ્યા બાદ તેણે કહ્યું કે તે માત્ર તેના પ્રાઈવેટ પાર્ટની લંબાઈ અંદરથી માપવા માંગતો હતો. આ માટે તે અંદર વાયર નાખતો હતો.

પરંતુ આમ કરતી વખતે અચાનક તે વાયરનો છેડો તૂટી ગયો અને તે અંદર ઘૂસી ગયો. છોકરાએ તાર ખેંચવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ દરેક વખતે તેનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ખરેખર, આ વાયરમાં અંદરની તરફ ઘણી ગાંઠો હતી.

જેના કારણે તેને ખેંચતી વખતે જ દુખાવો થાય છે, તેના શરીરમાં અંદરથી લોહી નીકળતું હતું, જે પેશાબ દ્વારા બહાર આવી રહ્યું હતું. તબીબોએ તરત જ છોકરાનું ઓપરેશન કરીને શરીરના વાયરને બહાર કાઢ્યા હતા. આ પછી છોકરાને થોડા દિવસો પછી રજા આપવામાં આવી.યુરોલોજી નિષ્ણાતોના મતે આવા જાતીય પ્રયોગો બિલકુલ ન કરવા જાેઈએ.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.