Western Times News

Gujarati News

લીલા નારિયેળના અનેક ફાયદા

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનીઓએ નારિયેળનો ગ્રેનેડ તરીકે ઉપયોગ કર્યો હતો

સૌપ્રથમ ૨૦૦૯માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટીએ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી કરી હતી

નવી દિલ્હી,કોઈ પણ શુભ કામ લોકો નારિયેળ વધેરીને જ કરતા હોય છે. એ વાતનો તમને ખ્યાલ હશે પરંતુ વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવાય છે તેનો બધાને ખ્યાલ નથી હોતો. કેમ વિશ્વ નારિયેળ દિવસ મનાવાય છે તેની પાછળ શું કહાની છે અને કેવી રીતે શરૂઆત થઈ તે જાણવું પણ મહત્વનું છે.

નારિયેળ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. નારિયેળ પાણી મોટાથી લઈને નાના સુધી તમામ લોકોને પસંદ હોય છે. ત્યારે લીલા અને પાકેલા નારિયેળ ખુબ જ મહત્વ રહેલું છે. ત્યારે આવો જાણીએ નારિયેળ દિવસના ઈતિહાસ વિશે.

નારિયેળ પાણી ચહેરાની ચમકમાં વધારો કરે છે. નારિયેળ પાણીના સેવનથી ક્યારેય ડિહાઈડ્રેક્શનની સમસ્યા થતી નથી. નારિયેળ પાણીમાં રહેલા પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. સતત નારિયેળ પાણીના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

એટલું જ નહીં પણ નારિયેળ પાણીના સેવનથી મોટી ઉંમરે પણ તમે યુવા દેખાશો. દર વર્ષે ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ નારિયેળ દિવસ મનાવવા પાછળ તેનું મહત્વ લોકોને સમજાવવું અને નારિયેળની ખેતીને પ્રોત્સાહ આપવાનો છે.

આપણાં દેશમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. પૂજા-પાઠની શરૂઆત શ્રીફળ વધેર્યા બાદ જ થાય છે. તેવી જ રીતે શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં નારિયેળ ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે જ દર વર્ષે ૨ સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે.

સૌપ્રથમ ૨૦૦૯માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટીએ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી કરી હતી. મુખ્યત્વે એશિયન અને પેસિફિક પ્રદેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. જેની પાછળ કારણ એ છે કે આ પ્રદેશોમાં વિશ્વમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે.

પરંતુ દુનિયાના તમામ લોકો નારિયેળ વિશે જાગૃત બને અને તેના ઉત્પાદનમાં રસ દાખવે તેના માટે વિશ્વ નારિયેળ દિવસ મનાવાય છે. જેથી ભારતમાં નાળિયેર વિકાસ બોર્ડ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિતના રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે.

બીજા વિશ્વયુદ્ધમાં જાપાનીઓએ નારિયેળનો ગ્રેનેડ તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે નારિયેળમાં ગ્રેનેડ ભરીને દુશ્મનો પર ફેંક્યા હતા. અને જાપાનના આ પ્રયોગથી તે સમયે દુનિયાના દેશો ચોંકી ઉઠ્‌યાં હતાં. કારણકે, કોઈને એવો વિચાર સુદ્ધા પણ નહોંતો આવ્યો કે આ પ્રકારે નારિયેળમાં ગ્રેનેડ ભરીને તેનો ઘાતક હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે.

જાેકે, બીજી તરફ એ જ સમયમાં આ જ નારિયેળનો ઉપયોગ જાપાનીઓએ ઔષધિ તરીકે પણ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જ નારિયેળ પાણીનો ઔષધીય રીતે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિહાઇડ્રેશનની સારવાર માટે નારિયેળનો ઉપયોગ ખુબ જ કારગત સાબિત થયો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.