બરવાળા અને ધંધૂકામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા ફરીથી ધમધમી ઊઠ્યા
લઠ્ઠાકાંડ શાંત પડતાં જ અમદાવાદમાં દારૂની જાેઈએ તે બ્રાન્ડ વેચાવા લાગી-દેશી દારૂથી લઈને ઇમ્પોર્ટેડ સ્કોચ સુધીનો દારૂ અમદાવાદમાં ખુલ્લેઆમ વેચાય છે!
અમદાવાદ, લઠ્ઠાકાંડ થયો છે દારૂનો ધંધો બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ જજાે તેવા મેસેજ ૨૬ જુલાઈના રોજ અમદાવાદના કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ બુટલેગર્સને આપી દીધા હતા.
જાેકે જેવો લઠ્ઠાકાંડનો મામલો શાત પડ્યો કે ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ ફરીથી એક્ટિવ થઈ ગયા છે અને ડમી નંબરથી બુટલેગર્સને ફોન કરીને કહ્યું કે દારૂનો ધંધો ફરીથી શરૂ કરી દેજાે. પોલીસ કર્મચારીઓ મૌખિક આપેલી મંજુરી બાદ બુટલેગર ગેલમાં આવી ગયા છે
અને રાજસ્થાન તેમજ મહારાષ્ટ્રથી લાખો રૂપિયાનો દારૂ અમદાવાદમાં ઠાલવીને બિનધાસ્ત ધંધો કરવા લાગ્યા છે. લાચિયા પોલીસ કર્મચારીની મહેરબાનીથી દેશી દારૂની લઈને ઇમ્પોર્ટેડ સ્કોચ સુધીનો દારૂ અમદાવાદમાં જાેઈએ ત્યારે મળી જાય છે. અમદાવાદ જિલ્લાના ધંધૂકા તેમજ બરવાળા ખાતે જુલાઈ મહિનામાં કથિત લઠ્ઠાકાંડ ઉર્ફે કેમિકલકાંડ સર્જાયો હતો.
જેમાં ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. લઠ્ઠાકાંડ સર્જાતાની સાથે ગુજરાત પોલીસ સફાળી જાગી હતી અને ઠેર ઠેર દારૂના અડ્ડાઓ બંધ કરાવવા લાગી હતી. લઠ્ઠાકાંડમાં અમદાવાદ જિલ્લાના એસપી તેમજ બોટાદ જિલ્લાના એસપીની બદલી કરવામાં આવી
જ્યારે ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇ સહિતના પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લઠ્ઠાકાંડના પડઘા આખા ગુજરાતમાં પડ્યા હતા અને પોલીસની બુટલેગર્સ પર ઘોંસ વધી ગઈ હતી. કોન્સ્ટેબલથી લઈને પીઆઇ સુધીના તમામ પોલીસ કર્મચારીએ દારૂના અડ્ડાઓ પર એકાએક રેડ કરવાનું શરૂ કરી દીધું હતું કે
ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડ બાદ હવે ફરીથી દારૂના અડ્ડા ક્યારેય શરૂ નહીં થાય પરંતુ જેવી રીતે ૨૦૦૯માં અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડના થોડા મહિના બાદ દારૂના અડ્ડા ફરીથી શરૂ થઈ ગયા હતા તેવી જ રીેતે બરવાળા અને ધંધૂકામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ દારૂના અડ્ડા ફરીથી ધમધમી ઊઠ્યા છે.
પોલીસની કામગીરી માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરની મોટાભાગની જગ્યા પર દેશી દારૂ તેમજ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ સ્ટેશનના વહીવટદારો દ્વારા બુટલેગરને દારૂનો ધંધો કરવા માટેની મૌખિક પરમિશન આપી દેવાઇ છે. જેના કારણે આજે સ્થિતિ પહેલાં જેવી થઈ ગઈ છે.