Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં બેન્કની કેશવાન 500 મીટર ઊંડી ખાઈમાં પડતાં ચાર કર્મચારીના મોત

File

શ્રીનગર, શ્રીનગરનાં બાની શહેર નજીક જમ્મુ-કાશ્મીર બેંકની એક કેશ વાન 500 મીટર ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.જેમાં ચાર કર્મચારીઓના કરૂણમોત નિપજ્યા છે બેંકની કેશ વાનને જ્યારે આ અકસ્માત નડ્યો ત્યારે તેમાં એક કરોડ રૂપીયા રોકડા ભરેલા હતા અને તે પોતાની બેંકની રોકડ વ્યવસ્થામાં કાર્યરત હતી.  સ્થાનિક પોલીસે જણાવ્યું કે વેનમાં બેંકના 1 કરોડ રૂપિયા હતા. તે કઠુઆથી બની આવી રહી હતી.

આ અકસ્માત બાનીથી લગભગ 17 કિમી દૂર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને કેશિયર કેવલ શર્મા, ડ્રાઇવર વિક્રમ સિંઘ, ગનમેન યશ પાલ અને હરવંશ સિંહ આ દુર્ઘટનાનાં દુર્ભાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વાનમાં રહેલી તમામ રોકડ સુરક્ષીત છે.  વાનમાંથી એક કરોડ રૂપિયાની રોકડ રકમ મળીને જમ્મુ-કાશ્મીર બેંકની બાની શાખાને સોંપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.