Western Times News

Gujarati News

૪૦ મહિલા ધારાસભ્યોએ ‘મધ્યસ્થી’નું પ્રશિક્ષણ મેળવતા પ્રમાણપત્ર એનાયત કરાયા

40 women advocates certificate

ગુજરાત હાઇકોર્ટ ખાતે ગુજરાત રાજ્ય કાનૂની સહાય અને સત્તા મંડળ આયોજિત ‘મીડીએશન અને કન્સેલિયેશન’ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના ૪૦ જેટલા મહિલા ધારાસભ્યોએ ‘મધ્યસ્થી’નું પ્રશિક્ષણ મેળવતા તેમને પ્રમાણપત્ર એનાયત કરાયા!

તસવીર ગુજરાત હાઇકોર્ટ ખાતે યોજાઇ ગયેલ મીડિયેશનના પ્રશિક્ષણ કાર્યક્રમની છે. જેનું આયોજન ગુજરાત રાજ્ય કાનૂની સહાય અને સત્તા મંડળ દ્વારા કરાયું હતું અને ભારતની સુપ્રીમ કોર્ટના મીડીએશન અને કન્સેલિયેશને તેનું આયોજન કર્યું હતું જેમાં ૪ મહિલા વકીલોએ આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો અને તેમને ‘મધ્યસ્થીતા’ તરીકેનું પ્રશિક્ષણ લીધું હતું તેમને આ પ્રોજેક્ટ હેઠળ સર્ટીફીકેટો પણ એનાયત કરાયા હતા.

આ સમયે સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર, ગુજરાત હાઇકોર્ટના જસ્ટસ શ્રી એ જે દેસાઈ, જસ્ટિસ સુ શ્રી સોનિયાબેન ગોકાણી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવેલા છ જેટલા કાયદા વિદો અને કાબેલ મહિલા માર્ગદર્શિકાઓ ઉપસ્થિત રહ્યા હતા

અને ૪૦ જેટલા મીડીએશન ટ્રેનિંગ પ્રોજેક્ટ હેઠળ પ્રશિક્ષણ લેનારા તમામ મહિલા એડવોકેટો પણ ઉપસ્થિત થયેલા દ્રશ્યમાન થાય છે લોગ ફેલો નામના વિચારે કહ્યું છે કે “રૂમાલ આંખના આસૂ લુછે છે જ્યારે ‘પ્રેમ’ એ આંસુનું કારણ પુછે છે”! આ મધ્યસ્થી દ્વારા સમસ્યાનો ઉકેલ થાય તો એ માનવ હૃદય ના આંસુ સમાપ્ત કરશે અને નિખાલસ સ્મિત પાથરશે એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

માનવી ‘તારા’ પકડવા હાથ લંબાવે છે પણ પોતાના જ પગમાં ઉગેલા ‘ફૂલો’ને ભૂલી જાય છે – જર્મી બેથેઇમ

જર્ની બેથેઈમ નામના વિચારે કે સરસ કહ્યું છે કે “માનવી ‘તારા’ ને પકડવા હાથ ફેલાવે છે અને પોતાના જ પગમાં ઉગેલા ‘ફૂલો’ ને ભૂલી જાય છે”!! જ્યારે ખલીલ જીબ્રાને સુંદર રીતે કહ્યું છે કે “શરીર એ આત્માનો સિતાર છે હવે એ તમારા હાથમાં છે કે તેમાંથી કેવા સુર નીકાળવા”!!

જાે માનવજાત આત્માથી વિચારે અને હૃદયથી ર્નિણય કરે તો પ્રત્યેક પરિવારનું ઘર એ ‘સ્વર્ગ’ બની જાય! પરંતુ માનવી જ્યારે ફક્ત પોતાનો વિચાર કરે છે ત્યારે પોતાના જ જીવનમાં અનેક સમસ્યાઓ પેદા થાય છે અને આવી પેદા થતી સમસ્યાનો ઉકેલ માનવીએ શોધવાનો છે

અને ભારતની સુપ્રીમકોર્ટે તેનો ઉકેલ ‘મીડીએશન અને કન્સેલિયેશન’ પ્રોજેક્ટ હાથ ધરી શોધી કાઢ્યો છે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત હાઇકોર્ટ ખાતે ૪૦ જેટલા મહિલા ધારાસભ્યો મીડિયેશન માટેની ટ્રેનિંગ અપાઈ હતી જેમાં ૪૦ જેટલા મહિલા વકીલોએ ચાલીસ કલાકની ટ્રેનિંગ લીધી હતી જે પાંચ દિવસ ચાલી હતી!

આ અંગે પોતાના અનુભવો આ પ્રોજેક્ટના મહત્વ અને તેના હેતુ અંગે ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને અમદાવાદ બહારના પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ જાનીએ તેમજ ટ્રેનિંગ લેનાર મહિલા વકીલોએ પોતાના અનુભવોની વેસ્ટન ટાઇમ્સ સાથે આપ લે કરી હતી જે અત્રે રજૂ કરેલ છે! જે અન્ય વકીલો માટે પ્રેરણા દાય નીવડશે!

મીડિયેશનમાં પી.એચ.ડી કરનાર ભારતના પ્રથમ ધારશાસ્ત્રી અને ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય શ્રી પરેશભાઈ જાનીએ કહ્યું મીડિયેશન પ્રક્રિયા ઢાંકેલો છુપો મતભેદ બહાર લાવી સમાધાનનો માર્ગ મોકળો કરે છે

ગુજરાત બાર કાઉન્સિલના સભ્ય અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ અને જાણીતા ધારાશાસ્ત્રી શ્રી પરેશભાઈ જાનીએ વેસ્ટન ટાઇમ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટ ખાતે ‘મધ્યસ્થી’ તરીકેની ભૂમિકાને સારી રીતે નિભાવી શકે એ માટે મીડીએશન અને કન્સેલિયેશન પ્રોજેક્ટ ૪૦ મહિલા વ્યક્તિઓને મીડેશનની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે

આનું મહત્વ એ છે કે કોર્ટમાં જે કેસ મુકાય છે તેનાથી જુદો જ ‘ઢંકાયેલો મુદ્દો’ હોય છે એ તે મીડિયેટર તેની કાબેલિયત થી છૂપો ડીસ્પ્યુટ બહાર લાવે છે અને કોર્ટ બાર સમાધાન થતા કોર્ટમાં કેસોનું ભારણ ઘટે છે અને લોકોને ઝડપી ન્યાય મળે છે!
મિડીએશન ટ્રેનીંગ લીધેલા વકીલો ને સર્ટિફિકેટ મળે છે અને તો જ તે મીડિયેટર તરીકે પ્રેક્ટિસ કરી શકે છે – એડવોકેટ ગીતાબેન ઠાકર

ગીતાબેન ઠાકર પોતે મીડેશન ટ્રેનિંગ પ્રોજેકટર હેઠળ મીડિયેશનની ટ્રેનિંગ લીધી છે તેમણે પોતાનો અનુભવની આપલે કરતા કહ્યું છે કે આ અંગેની ટ્રેનિંગમાં ૪૦ કલાકનો સમય ફાળવેલો અને તે ક્ષેત્રના અનુભવી અને કાબેલ વ્યક્તિત્વ ધરાવતા ટ્રેનરો દ્વારા આ ટ્રેનિંગ પ્રોજેક્ટ હાથ ધરાયો હતો

અને જે મહિલા વકીલોએ ટ્રેનિંગ લીધી તેમને તે અંગેના સર્ટીફીકેટો એનાયત કરાયા છે અને આ વર્કશોપમાં ટ્રેનિંગ લીધી હોય તે જ ‘મેડીએટર’ તરીકે ફરજ અદા કરી શકે છે! આ પ્રોજેક્ટનું બહુ સરસ રીતે આયોજન કરાયું હતું ગીતાબેન ઠાકરે એવું પણ કહ્યું કે મધ્યસ્થીના પ્રયત્ન થી કેસોનો ઝડપી નિકાલ થાય છે પણ જાે સમાધાન ન થાય તો કોર્ટમાં કેસ ચાલે છે લોકો માટે આ એક ઘણી મહત્વની બાબત છે અને તેનો ઉપયોગ જરૂરી છે!

બે પક્ષકારો ને મધ્યસ્થી નજીક લાવે છે વિચાર વિમર્સ દ્વારા ચોક્કસ નિષ્કર્ષ પહોંચાડે છે અને સમાધાન શક્ય બને છે – એડવોકેટ રાજેશ્વરીબેન ત્રિવેદી

વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા એડવોકેટ રાજેશ્વરીબેન ત્રિવેદીએ કહ્યું કે અગાઉ અમને મીડિયેશનની ટ્રેનીંગ અંગે જાણ નહોતી! પરંતુ ‘મધ્યસ્થી’ તરીકે કઈ રીતે કામ કરાય તેનું પ્રશિક્ષણ લીધું પછી ઘણું જાણવા મળ્યું કોર્ટમાં બે પક્ષકારો જાય છે પછી બંને વચ્ચે કોમ્યુનિકેશન ગેપ પડે છે

મધ્યસ્થી બંને પક્ષકારો સાથે અલગ અલગ મિટિંગ કરી તેમના મનની અંદરની વાત જાણે છે અને ત્યાર પછી સમાધાનની ફોર્મ્યુલા નક્કી થાય છે અને કોર્ટમાં ‘સમાધાન’ મુકાતા કેસ પૂર્ણ થાય છે અને અહીંયા કોઈ આવતું નથી કોઈ જીતુ નથી એટલે સમાધાન સરળ બની શકે છે છતાં આ વાસ્તવિક રીતે કેટલું સફળ થશે એ જાેવાનું રહે છે

અંતે તો આ ‘મધ્યસ્થી’ની ભૂમિકા પર આધાર રાખે છે આ રીતે બેંકના કેસો ફેમિલી કેસો નો ઝડપી નિકાલ આવે છે એકસાથે ૪૦ મહિલા વકીલોએ મેડીએશન પ્રોજેક્ટ હેઠળ ટ્રેનિંગ લીધી એ ગૌરવની વાત છે અને કોર્ટોમાં કેસ નું ભારણ ઘટશે – એડ્‌વોકેટ વસંતિકાબેન ભટ્ટ

સ્મોલ કોઝ કોર્ટ બારના પ્રમુખ અને જાણીતા મહિલા એડવોકેટ શ્રીમતી વસંતિકાબેન ભટ્ટે વેસ્ટર્ન ટાઇમ્સ સાથે વાતચીત કરતા કહ્યું કે ગુજરાત હાઇકોર્ટ ખાતે એક સાથે ૪૦ બહેનોએ મેડિશન માટેના ટ્રેનિંગ પ્રોજેક્ટમાં ભાગ લીધો એ ગૌરવ પણ બાબત છે

આ ટ્રેનિંગ થી આત્મવિશ્વાસ જાગે છે અહીંયા ‘ન્યાય’ નહીં પણ ‘સંતોષ’ની વાત છે વકીલાતના ક્ષેત્રે પણ આ બાબત ઉપયોગી થાય છે અને કોર્ટના કેસોનું ભારણ પણ ઘટે છે દરેક વ્યક્તિની અંદર છુપી નારાજગી બહાર આવે છે અને સમાધાન સરળ બને છે મધ્યસ્થી તરીકે ફાઈલ ઉપર મહેનતાણું મળતું હતું હવે ફિક્સ રકમ અપાશે એવું જાણવા મળ્યું છે

સમયનો બચાવ પક્ષકારો વચ્ચે નું વૈમનસ્ય પૂરું થાય કોર્ટ ફી ના ભરવી પડે એ મેડીએશનની મહત્તા છે – રોમાબેન દવે
વેસ્ટર્ન ટાઈમ્સ સાથે વાતચીત કરતા મહિલા એડવોકેટ રોમાબેન દવે કહ્યું છે કે મીડિયેશન ટ્રેનિંગ પ્રોજેક્ટ હેઠળ વિવિધ રાજ્યોમાંથી કાબેલ ટ્રેનરો આવ્યા હતા

તેમણે ‘મીડિયેશન’નું મહત્વ ખૂબ જ સારી રીતે સમજાવ્યું હતું અને વ્યવસ્થા તંત્ર પણ સારું હતું બે પક્ષકારો વચ્ચે અલગ અલગ મિટિંગ કરી તેમના મૂળભૂત મતભેદો કયા છે તેની જાણકારી લેવાય છે! થોડું બાર્ગનીંગ થાય છે અને પછી અંતે સમાધાનની ભૂમિકા સર્જાઈ કેસનો અંત આવે છે.

જેમાં એક તો સમયનો બચાવ થાય છે વૈમનસ્ય જ ઘટે છે અને કોર્ટ ફી ભરવી પડતી નથી! અને કોર્ટમાં ખર્ચા અટકે છે! સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી એમ. આર. શાહ સાહેબ મધ્યસ્થીને મળતા માનદવેતન માં વધારો થાય એવો પ્રયાસ કરી રહ્યા છે એ પણ મહત્વની બાબત છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.