Western Times News

Gujarati News

બાપુનગરમાં વલ્લભભાઇ કાકડીયાના હસ્તે પ્રોપર્ટી કાર્ડ અપાયા

પડતર અરજીઓનો ઝડપથી નિકાલ કરાશે.- જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. વિક્રાંત પાંડે

અમદાવાદના બાપુનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલકતના પ્રમાણ પત્રો કાઢી આપવા કેમ્પનું અયોજન કરવામાં આવ્યુ હતું. ઠક્કરબાપા નગર વિસ્તારના ધારાસભ્યશ્રી વલ્લભભાઈ કાકડીયા તથા અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી ડૉ. વિક્રાંત પાંડેની  ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાકડિયાએ જણાવ્યું કે “નગરજનોના કામ માટે તંત્ર તેમના દ્વારે આવ્યું છે. સંવેદનશીલ સરકારે આ વિસ્તારના લોકોની અરજીઓને ધ્યાને લઇ સૂચિત રહેણાકોને પરિવર્તિત કરી કાયદેસર કર્યા છે. સાથે જ સરકાર દ્વારા ઇમ્પેક્ટ-ફી તથા સીલીંગના કાયદામાં જરૂરી બદલાવ કરી લોકહિતમાં નિર્ણયો લેવાયા છે.”

જિલ્લા કલેકટર શ્રી ડૉ. વિક્રાંત પાંડેએ જણાવ્યું કે ”આ વિસ્તારના વિવિધ સોસાયટીના ૫૩૯ રહેણાકોને હક્ક-દાવાના હુકમ સાથે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે તથા આવનારા દિવસોમાં અન્ય અરજીઓનો પણ નિકાલ કરાશે” આ પ્રસંગે લાભાર્થી નગરજનોએ આનંદની લાગણી વ્યક્ત કરતા તંત્રની સંવેદનશીલતાને બિરદાવી હતી. પોતાના મકાનના દસ્તાવેજ મળતાં તેઓ હવે મિલકતને લગતા અન્ય કામ સરળતાથી કરી શકશે તેમ સહર્ષ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ- પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.