Western Times News

Gujarati News

વર્લ્ડ કબ્બડ્ડી ફેડરેશનના આંતરરાષ્ટ્રીય ચીફ પેટર્ન કીરીટ સોલંકીનું દુબઈ એરપોર્ટ પર ઉષ્માસભર સન્માન

WKF Kirit Solanki dubai airport

સ્વદેશી રમતો પણ ઓલમ્પિક રમતો મા સ્થાન મેળવે તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે: સાંસદ ડો. કીરીટ ભાઈ સોલંકી

વર્લ્ડ કબ્બડ્ડી ફેડરેશનના આંતરરાષ્ટ્રીય ચીફ પેટર્ન,વુમનસ કબડ્ડી લીગ દુબઈના અધ્યક્ષ, અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકીનું દુબઈ એરપોર્ટ પર દુબઈ ખાતેના સ્થાનિક આયોજકો દ્વારા દુબઈ ખાતે પધારવા બદલ ઉષ્માસભર હાર્દિક સ્વાગત કરાયું હતું.

સાંસદ શ્રી ડોક્ટર કીરીટભાઇ સોલંકીએ દુબઈ એરપોર્ટ પર ઉપસ્થિત પત્રકાર મિત્રોને જણાવ્યું હતું કે સ્વદેશી રમતો પણ ઓલમ્પિક રમતો મા સ્થાન મેળવે તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના “ખેલો ઈન્ડિયા” મંત્ર થકી મુળ ભારતીય સ્વદેશી રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે” આંતરરાષ્ટ્રીય ખેલ મહાકુંભ ” ના આયોજન થકી જગ પ્રસિદ્ધ કરવા માટેનો મારો વિનમ્ર પ્રયાસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની ભગીની સંસ્થાઓ પણ મૂળ ભારતીય સ્વદેશી રમતોને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહે છે જે આવકારદાયક છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું  કે ઓલમ્પિક રમતો મા મુળ ભારતીય સ્વદેશી રમતોને સત્વરે સ્થાન મળે અને વિશ્વમાં પણ ભારતીય સ્વદેશી રમતોનો ડંકો વાગે તે માટે રમત ગમત ક્ષેત્રે વિશેષ રુચિ ધરાવતા મારા સહયોગી સર્વ શ્રીમતી ટીના ક્રિષ્ના દાસ, અરુણકુમાર ,સુનિલ કુમાર,વગેરે અમે લોકો સતતપણે એક ટીમ વર્ક થી પ્રયાસ કરી રહ્યા છીએ.

આગામી દિવસોમાં દુબઈ ખાતે વર્લ્ડ કબડ્ડી ફેડરેશન અને APS સ્પોર્ટ્સના ઉપક્રમે વુમનસ કબડ્ડી લીગનુ સફળ આયોજન કરાયું છે.

જેના ભાગરૂપે આજે હું વુમનસ કબડ્ડી લીગની વિવિધ પ્રકારની કામગીરીનુ જાત નિરીક્ષણ કરવા માટે દુબઈ આવ્યો છું. દુબઈ બાદ વિશ્વના અન્ય પ્રચલિત દેશો અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ ભારતીય સ્વદેશી રમતોને પ્રોત્સાહિત કરવા માટે ટુર્નામેન્ટોનુ સફળ આયોજન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.