Western Times News

Gujarati News

માત્ર બે મિનિટમાં તસ્કરે ATMમાંથી 17 લાખની ઉઠાંતરી કરી

પ્રતિકાત્મક

રાજકોટ, રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ભેજાબાજ તસ્કરે માત્ર બે જ મિનિટમાં લાખો રૂપિયાની રોકડની ચોરી કરી હોવાનો બનાવો સામે આવ્યો છે. જે સમગ્ર ઘટના ફૂટેજમાં કેદ થવા પામી છે. પોતાની ઓળખ છુપાવવા માટે તસ્કરે હેન્ડગ્લોવ્સ પહેર્યા હતા

તો સાથે જ માથા પર ટોપી તેમજ માસ્ક પહેર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સીસીટીવી ફુટેજના માધ્યમથી ગ્રામ્ય પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંક ઓફ બરોડા (Bank of Baroda Chief Manager Jasdan Gujarat) ના ચીફ મેનેજર જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે,

રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં ખાનપર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખામાં એટીએમ સેન્ટર આવેલું છે. ૧૫ સપ્ટેમ્બરના રોજ તેઓ જ્યારે બ્રાન્ચ ખાતે હાજર હતા. ત્યારે સાંજના સમયે રવિન્દ્ર ગોસ્વામી તથા જય પુરી ગોસ્વામીએ ફરિયાદ કરી હતી કે, અમે જ્યારે એટીએમ મશીન ખોલ્યું હતું.

ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જાેઈએ તેટલા પૈસા નહોતા માટે અમારે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. બનાવ સંદર્ભે માલુમ પડ્યું હતું કે ૬ સપ્ટેમ્બરના રોજ એટીએમમાં ૨૭,૫૦૦ નું બેલેન્સ હતું જેના કારણે ૨૫ લાખ રૂપિયા ડિપોઝિટ કરવામાં આવ્યા હતા.

જેના કારણે એટીએમનું બેલેન્સ ૨૫ લાખથી વધુનું થઈ ગયું હતું. કસ્ટમર દ્વારા એટીએમ મારફતે રૂપિયા ૭,૯૪,૦૦૦ ઉપાડવામાં આવ્યા હતા ત્યારબાદ સિસ્ટમના હિસાબે એટીએમમાં ૧૭,૩૩,૫૦૦ હોવા જાેઈએ. પરંતુ એટીએમમાં હાલ ૫૦૦ રૂપિયા જ છે.

સીસીટીવી ફૂટે ચેક કરતા છ સપ્ટેમ્બરના રોજ રાત્રિના કોઈ અજાણ્યા સખ્શે એટીએમમાં આવીને ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે સિક્યુરિટી ઓફિસર રાજકોટ તથા રિજનલ ઓફિસ તેમ જ જાેનલ ઓફિસ રાજકોટ ખાતે ફોન દ્વારા તેમજ ઈમેલ બાબતે જાણ પણ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.