Western Times News

Gujarati News

એસ્સારે દરિયાકિનારા પર સૌથી મોટું સ્વચ્છતા અભિયાન હાથ ધરવા ભારતીય તટરક્ષક દળ સાથે જોડાણ કર્યું 

મુંબઈ, હિંદ મહાસાગરના તાજ સમાન ભારત 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારા સાથે વિશિષ્ટ અનેક ફાયદા ધરાવે છે. વ્યૂહાત્મક સ્થાનને અને દરિયાકિનારાની પ્રચૂર સંભવિતતાને સમજીને પર્યાવરણના સંરક્ષણ તરફ જાગૃતિ લાવવાના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને એસ્સારે આજે મુંબઈમાં “આંતરરાષ્ટ્રીય દરિયાકિનારા સ્વચ્છતા દિવસ” પર દરિયાકિનારા પર સૌથી મોટું સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર’ હાથ ધરવા ભારતીય તટરક્ષક દળ સાથે જોડાણ કર્યું હતું.

‘સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર’ એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એક પહેલ છે, જેણે આજે સમગ્ર દેશમાં 75 દરિયાકિનારાઓ સ્વચ્છ કરવા 75 દિવસ લાંબું દરિયાકિનારા સ્વચ્છતા અભિયાન પૂર્ણ કર્યું હતું.

આજના કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી, ઉત્તર મધ્ય મુંબઈના લોકસભાના સાંસદ આદરણીય પૂનમ મહાજન, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ડો. જિતેન્દ્ર સિંહ, ભારતીય તટરક્ષક દળના પીટીએમ, ટીએમ, ડિરેક્ટર જનરલ વી એસ પથાનિયા અને એસ્સાર શિપિંગના સીઓઓ કેપ્ટન રાહુલ ભાર્ગવ ઉપસ્થિત રહ્યાં હતાં.

દરિયાકિનારાને સ્વચ્છ કરવાના અભિયાનમાં એસ્સારની ભાગીદારીનો ઉદ્દેશ પ્લાસ્ટિકથી થતી નુકસાનકારક અસર અને દરિયાઈ સ્વાસ્થ્ય બગડવાથી પારિસ્થિતિક સંતુલન જોખમમાં મૂકાવા વિશે જાગૃતિ લાવવાનો છે.

આ પહેલ પર એસ્સારના ઓપરેટિંગ પાર્ટનર (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અને એસ્સાર પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, “આ દરિયાકિનારા સ્વચ્છતા અભિયાનમાં અમારું પ્રદાન અને ભાગીદારી અમારી પર્યાવરણના સંરક્ષણ પ્રત્યેની કટિબદ્ધતાને વધુ આગળ વધારે છે.

એક કંપની તરીકે અમે દરિયાકિનારાનું જતન કરવાનું તથા દુનિયામાં કેટલાંક સૌથી વધુ ઉત્પાદક છતાં દુર્લભ જીવો તેમજ પારિસ્થિતિક તંત્ર માટે અગત્યની પ્રજાતિઓનું રક્ષણ કરવાનું મહત્વ સમજીએ છીએ. એસ્સાર પોર્ટ્સ અને એસ્સાર શિપિંગ આ પ્રકારના દરિયાઈ સ્વચ્છતા પહેલોને આગળ વધારવા છેલ્લાં 10 વર્ષથી ભારતીય તટરક્ષક દળ સાથે જોડાણ ધરાવે છે. અમે દરેક અને તમામ વ્યક્તિઓને ઓછામાં ઓછો કચરો પેદા કરવા તથા દરિયાકિનારા અને દરિયાનું સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી લેવા અપીલ કરીએ છીએ.”

આ પ્રથમ પ્રકારનું અભિયાન દરિયાઈ જીવસૃષ્ટિ પર પ્લાસ્ટિક અને દરિયાઈ કચરાના વપરાશની જીવલેણ અસર વિશે લોકો વચ્ચે જાગૃતિ લાવીને તેમના અભિગમમાં પરિવર્તન લાવે છે.

એસ્સાર પોર્ટ્સ ટેકનોલોજીઓમાં રોકાણ કરવામાં તથા પર્યાવરણને અનુકૂળ અને કાર્યદક્ષ સંચાલન વ્યવસ્થાઓમાં પથપ્રદર્શક છે. કંપનીનું સંપૂર્ણ યાંત્રિક પર્યાવરણને અનુકૂળ માળખું શ્રેષ્ઠ કામગીરી કરે છે, જેને દુનિયાભરમાં શ્રેષ્ઠ સાથે સરખાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.