Western Times News

Gujarati News

ગુજરાત કસ્ટમે રૂ.૪૩ કરોડનું દાણચોરીનું સોનું જમા કરાવ્યું

Files Photo

અમદાવાદ : ગુજરાત કસ્ટમ્સની ટીમે છેલ્લા બે વર્ષમાં સીપોર્ટ અને એરપોર્ટ પરથી લગભગ ૧૧૦ કિલો દાણચોરીનું સોનુ (seized 110 kilo gold from airport) ઝડપ્યું હતું. આ સોનું બે તબકકામાં એસબીઆઈના મુંબઈહેડ કવાર્ટસમાં જમા કરાવી દેવામાં આવ્યું છે. તેની સામે SBI  દ્વારા કસ્ટમ્પસને રૂ.૪૩ કરોડ ચુકવવામાં આવશે. દાણચોરીનું સોનું ઝડપાયા બાદ કાનુની પ્રક્રિયા પૂર્ણ કરીને હાઈ સીકયુરીટી સાથે બેકમાં જમા કરાવવામાં આવે છે. આમ દાણચોરીનું ઝડપાયેલું સોનું ડીપાર્ટમેન્ટને કરોડો રૂપિયાની આવક કરી આપે છે.

એરપોર્ટ અને સીપોર્ટ પરથી જયારે પણ કસ્ટમ્સ અધિકારીએ દાણચોરીનું સોનું ઝડપે છે ત્યારે આ સોનાનું શું થાય છે ?તે સવાલ સૌને થતો હોય છે. આ સવાલનો જવાબ આપતાં ગુજરાત કસ્ટમ્સના સીનીયર અધિકારીઓએ જણાવ્યું હતું કે દાણચોરીનું સોનુ કસ્ટમ્સની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્‌ છે. ત્યારબાદ કસ્ટમ્સ એકટની કલમની જાગવાઈ મુજબ મેજીસ્ટ્રેટનો ઓર્ડર લઈ તેને એસબીઆઈના મુંબઈ સ્થિત હેડ કવાર્ટસમાં (SBI Mumbai head quarter) મોકલી દેવામાં આવે છે.

બેક દ્વારા આ સોનાની નકકી કરવામાંઆવેલા ભાવ મુજબનો ચેક કસ્ટમ્સને આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ એરપોર્ટ અને ગુજરાતના વિવિધ સી પોર્ટ પરથી કસ્ટમ્સની ટીમે જુદા જુદા પેસેન્જર અને જુદા કન્સાઈન્મેન્ટમાં આવતા આવા સોનાને ઝડપી લીધું હતું.

આ કવાયતમાં લગભગ ૧૧૦ કિલો સોનું ઝડપાયું હતું. ડિપાર્ટમેન્ટે જેની પાસેથી સોનું પકડાય તેને તે સોનું દાણચોરીનું નહી હોવાની સાબીતી આપવાની તક આપવામાં આવે છે.

પુરાવા ન હોય તેવા સોનાને બેકમાં જમા કરાવી તેની રોકડ ડિપાર્ટમેન્ટમાં જમા લેવામાં આવે છે જા કોઈ પેસેન્જર કે કેરીયર સોનું છોડાવવા માંગતો હોય તો પણ તેના પરની ડયુટી, પેનલ્ટી અને દંડ સાથેની રકમ ડીપાર્ટમેન્ટમાં જમા કરાવવાની હોય છે. આ રકમ સોનાની મુળ કિંમત કરતાં પણ વધુ હોવાથી લોકો ટાળતા હોય છે.

ડીપાર્ટમેન્ટ દ્વારા જે સોનું કબજે લેવામાં આવ્યું હોય તે સોનાને બેકમાં જમા કરાવતા પહેલાં સ્થાનીક મેજીસ્ટ્રેટનો ઓર્ડર લેવાનો હોય છે. આ ફોર્માલીટી પુરી કર્યા બાદ સોનાનો જથ્થો એસબીઆઈના મુંબઈ ખાતેના હેડકવાર્ટર ખાતે મોકલવામાં આવે છે. ગુજરાત કસ્ટમ્સની ટીમે પહેલા ૪૦ કિલો અને ત્યારબાદ ૭૦ કિલો સોનાનો જથ્થો હોઈ સીકયુરીટી સાથે એસબીઆઈનું મુંબઈ ખાતે મોકલી આપ્યો હતો. જેના કુલ રૂ.૪૩ કરોડ બેક દ્વારા ડિપાર્ટમેન્ટને ચુકવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.