Western Times News

Gujarati News

ભારતના 1000 કરોડની સંપત્તિ ધરાવતાં ધનીકોની સંખ્યામાં બીજા 96 ઉમેરાયા

પ્રતિકાત્મક

છેલ્લા એક જ વર્ષમાં અદાણીની સંપતિમાં 116 ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે. વેલ્થ ક્રિએશનમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણી કરતાં 3 લાખ કરોડ રુપિયાથી વધુ આગળ છે.

1000 કરોડની ક્લબની કુલ સંખ્યા 1103ની થઇ : અનેક સ્ટાર્ટઅપ ઉદ્યોગપતિ સામેલ

મુંબઇ, કોરોના કાળ બાદ અર્થતંત્ર ધમધમવા લાગ્યું જ છે અને સાથોસાથ ધનિક ભારતીયોની સંખ્યામાં પણ મોટી વૃધ્ધિ થઇ રહી છે. ભારતમાં 1000 કરોડ રુપિયાની સંપતિ ધરાવતા ધનવાનોની યાદીમાં નવા 96 લોકો ઉમેરાયા હોવાનો રિપોર્ટ જારી થયો છે.

ભારતીય ધનવાનો વિશ્ર્વના ટોપ-10ની યાદીમાં પણ આગળ થવા લાગ્યા જ છે. અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ વિશ્ર્વના ત્રીજા સૌથી અમીરનું સ્થાન મેળવી લીધું જ છે એવા સમયે ભારતમાં પણ 1000 કરોડથી અધિકની સંપતિ ધરાવતા ઉદ્યોગપતિઓની સંખ્યામાં ઝડપભેર વૃધ્ધિ થઇ રહી છે.

IIFL Wealth Hurun India Rich List 2022

એઆઈઆઈએફએલ વેલ્થ હુરુન ઇન્ડીયાના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે ભારતમાં 1000 કરોડ રુપિયાથી વધુની સંપતિ ધરાવતી વ્યક્તિઓની સંખ્યા 1103 થઇ છે. દેશના 122 શહેરોમાં વસવાટ કરતાં 96 ઉદ્યોગપતિઓ ચાલુ વર્ષે આ ક્લબમાં ઉમેરાયા છે.

કોરોના કાળ, મોંઘવારી અને રશિયા-યુક્રેન યુધ્ધ વચ્ચે પણ ભારતીય અમિરોની સંખ્યામાં વૃધ્ધિ થઇ રહી છે. સ્ટાર્ટઅપ ક્રાંતિ સર્જાયા બાદ યુવા અમિરોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે.

યુવા ઉદ્યોગકાર જેપ્ટોના સહસ્થાપક કેવલ્યમ વ્હોરા પણ 1000 કરોડથી વધુની સંપતિ ધરાવતા લીસ્ટમાં સામેલ થયા છે. આ સિવાય એડટેક યુનિકોનના સહસ્થાપક અલખ પાંડે, પ્રતિક મહેશ્ર્વરી પણ આમા સામેલ થયા છે. સ્ટ્રીમીંગ ડેટા ટેકનોલોજી કંપની કંફ્લુએટના સહસ્થાપક નેહા નારખેડે પણ એમાં સામેલ થઇ છે.

રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ગ્લોબલ રિચ લીસ્ટમાં અદાણી ગ્રુપના ગૌતમ અદાણી રિલાયન્સના મુકેશ અંબાણીને પછાડીને ઘણા વખતથી આગળ થઇ જ ગયા છે. છેલ્લા એક જ વર્ષમાં અદાણીની સંપતિમાં 116 ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે. વેલ્થ ક્રિએશનમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણી કરતાં 3 લાખ કરોડ રુપિયાથી વધુ આગળ છે.

આ સિવાય કોરોના રસી બનાવનાર કંપની સિરમ ઇન્સ્ટીટયુટના સાયરસ પુનાવાલા તથા તેનો પરિવાર પણ વેલ્થ ક્રિએશનમાં ત્રણ ક્રમ ઉપર આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.