Western Times News

Gujarati News

હું 25 વર્ષની હતી ત્યારે મેં 80 વર્ષની મહિલાનું પાત્ર ભજવ્યું હતું

ટીવીની બોલ્ડ એન્તાડ બ્યૂટીફૂલ એક્ટ્રેસ શ્વેતા તિવારી બે વર્ષ બાદ નવા શોમાં દેખાશે. મેરે ડેડ કી દુલ્હનના આશરે બે વર્ષ બાદ તે મે હૂં અપરાજિતા સાથે ટીવી સ્ક્રીન પર કમબેક કરવા માટે તૈયાર છે.

એક્ટ્રેસ તેમાં અપરાજિતાનો લીડ રોલ ભજવતી જોવા મળશે, જે ત્રણ યુવાન દીકરીઓની સિંગલ મધર છે. હાલમાં જ તેણે શોના તેના પાત્ર વિશે વાત કરી હતી.

જેમાં તેણે જણાવ્યું હતું કે અસલ જીંદગીમાં પણ તે દીકરી પલક તિવારી અને દીકરાના બે બાળકોની સિંગલ માતા છે અને બંનેનો ઉછેર તેણે એકલા હાથે કર્યો છે. આ શોમાં પણ તેની ભૂમિકા ત્રણ યુવાન દિકરીઓની સિંગલ મધરની જ છે.

શ્વેતા તિવારીએ જણાવ્યું હતું કે… હું હંમેશાથી કહેતી આવી છું કે કંઈક બનવા માગતી મહિલાએ પહેલા સ્વતંત્ર બનવાની જરૂર છે. કારણ કે મને ઘણા ફેન્સ તરફથી મેસેજ આવે છે અને કહે છે મારા આ શબ્દો તેમને પ્રેરણા આપે છે. જ્યારે પણ હું સોશિયલ મીડિયા પર મારા ફેન્સને મળું છું ત્યારે તેઓ મારા વખાણ કરે છે.

મહિલાઓ જીવનમાં પિતા, ભાઈ અને લગ્નબાદ પતિ સહિતના પુરુષોથી ઘેરાયેલી રહે છે. ઘણી મહિલાઓ એવી છે જેઓ ઘર બહાર પણ નીકળી શકતી નથી. જ્યારે મેકર્સ મારી પાસે ‘અપરાજિતા’ લઈને આવ્યા. જેની વાર્તા પાંચમાં ધોરણ સુધી ભણેલી મહિલાની છે.

માત્ર 17 વર્ષની ઉંમરે જ તેના લગ્ન થઈ ગયા છે અને તેના પતિએ તેને છોડી દેતા તેની પાસે સ્વતંત્ર બનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મને લાગે છે કે આ કહાનીથી હું મહિલાઓને પ્રેરણા આપી શકીશ.

41 વર્ષીય શ્વેતા તિવારી અપરાજિતામાં ત્રણ યુવાન દીકરીઓની માતાનો રોલ ભજવવા સામે કોઈ વાંધો નથી. તેણે કહ્યું હતું કે…  હું એક્ટર છું અને ઓન સ્ક્રીન ગમે તે રોલ ભજવવા માટે તૈયાર છું. જ્યારે હું 25 વર્ષની હતી ત્યારે મેં 80 વર્ષની મહિલાનું પાત્ર ભજવ્યું હતું.

તો હવે મારે કેમ ચિંતા કરવી પડે? મને કોઈ વાંધો નથી. રિયલ લાઈફમાં પણ મારી દીકરી 20-21ની વર્ષની થઈ ગઈ છે. મને લાગે છે કે મારી ફિટનેસને ઓનસ્ક્રીન કેરેક્ટર્સ સાથે કોઈ લેવા દેવા નથી. મને યુવાન છોકરીઓની માતાનો રોલ ભજવવામાં કોઈ વાંધો નથી.

એક્ટ્રેસે આ દરમિયાન અંગત લોકો અને પાડોશીઓ તેના ઘરને સીતાનું ઘર કહીને બોલાવતા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.આ વિશે  એક્ટ્રેસે કહ્યું હતું કે ઘણા લોકો નથી જાણતા કે જેઓ મારા નજીકના છે અથવા પાડોશમાં રહે છે તેઓ મારા ઘરને સીતાનું ઘર કહે છે.

અમારા ઘરમાં મહિલાઓની સંખ્યા વધારે હોવાથી આ નામ પડ્યું છે. મારા મમ્મી, મારી દીકરી, મારી ઘરઘાટી…અમે દરેકે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તે પછી પતિ, પરિવાર કે દીકરીઓ સંબંધિત જ કેમ ન હોય. મારું ઘર મહિલાઓથી ભરેલું છે. મારા પિતા ઘરડા થઈ ગયા છે અને એક મારો દીકરો છે. મારો ભાઈ લંડનમાં રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.