Western Times News

Gujarati News

અમદાવાદ સહિત રાજયભરમાં ભારે વરસાદની આગાહી

‘મહા’ વાવાઝોડું ડીપડીપ્રેશનમાં ફેરવાતા રાજયભરના વાતાવરણમાં પલ્ટોઃ અમદાવાદ  સહિત રાજયના મોટાભાગના વિસ્તારોમાં મોડી સાંજથી હળવોથી ભારે વરસાદ

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત પરથી ‘મહા’ વાવાઝોડાનું સંકટ હાલ પુરતુ ટળી ગયું છે પરંતુ તેની અસર સમગ્ર રાજયમાં પડવાની શરૂ થઈ ગઈ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે અને સમગ્ર રાજયના વાતાવરણમાં પણ પલ્ટો આવી જતાં છુટોછવાયો વરસાદ પડવાનો શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં પણ ગઈકાલ સાંજથી વાતાવરણ પલટાઈ ગયું છે.

જયારે રાજકોટ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહયો છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં હજુ પણ વાવાઝોડાની અસરના પગલે દરિયો ગાંડોતુર બનતા કિનારાના વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને સંખ્યાબંધ લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેરાવળથી ર૦૦ કિ.મી. દૂર કેન્દ્રીત થયેલા મહા નામનું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહયું છે. જાકે વાવાઝોડુ નબળુ પડતાં ગુજરાતના દરિયા કિનારે આવશે ત્યારે તે ડીપ ડીપરેશનમાં ફેરવાઈ જશે જેના પરિણામે હવે પ૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજયભરના વાતાવરણમાં પલ્ટો આવી રહયો છે.

વાવાઝોડુ નજીક આવવા લાગતા જ આ અસર જાવા મળી રહી છે. ગઈકાલ બપોર બાદ દરિયા કિનારાના વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાઈ ગયું છે. સુરત, જૂનાગઢ, વેરાવળ, દિવ, સહિતના વિસ્તારોમાં તોફાની પવન ફુંકાવાનો શરૂ થયો છે અને વરસાદ પણ પડતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.

ગુજરાતના દરિયા કિનારા ઉપરાંત અન્ય વિસ્તારના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. ગઈકાલ મોડી સાંજથી જ રાજકોટ, જામનગર, જૂનાગઢ, વેરાવળ, દિવ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો છે. કેશોદ સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડતા જનજીવન ઉપર અસર પડી હતી બીજી બાજુ ગુજરાતમાં તૈનાત કરવામાં આવેલી એનડીઆરએફની ટીમો દ્વારા પરિÂસ્થતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

જાકે વાવાઝોડું નબળું પડતાં તંત્ર એ હાશકારો અનુભવ્યો છે પરંતુ તેની અસર સમગ્ર રાજયમાં જાવા મળી રહી છે. રાજયના મોટાભાગના વિસ્તારોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જાવા મળી રહયો છે. અમદાવાદ શહેરમાં મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વાદળો છવાઈ જતાં છુટોછવાયો વરસાદ પડવાનો શરૂ થયો હતો.

રાજકોટ જિલ્લામાં પણ ગઈકાલ સાંજથી જ ધોધમાર વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાયા હતાં રાજકોટમાં આજે રમાનારી ભારત વિ. બાંગ્લાદેશ વચ્ચેની ટી-ર૦ મેચને લઈને પણ હવે આશંકા સેવાઈ રહી છે. મેદાનમાં પાણી ભરાઈ જતા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજીબાજુ જૂનાગઢ પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહયો છે. ખાસ કરીને કેન્દ્ર શાસિત દિવમાં ગઈકાલ સાંજથી જ તોફાની પવન ફુંકાય રહયો છે.

જાકે દિવમાંથી તમામ પ્રવાસીઓને હટાવી દેવામાં આવ્યા છે અને દરિયા કિનારાના વિસ્તારો પર કોઈને જવા દેવામાં આવતા નથી તમામ બીચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

જૂનાગઢ, વેરાવળ તથા જામનગરમાં પણ તોફાની પવન સાથે વરસાદ પડી રહયો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડુ નબળુ પડયું છે પરંતુ સમગ્ર રાજયના વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દ. ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શકયતા છે. જાકે ગઈકાલ રાતથી જ ગાંધીનગર, છોટાઉદેપુર, સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં પણ આજે સાંજ બાદ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરા શહેરમાં પણ મોડી રાતથી જ વાતાવરણમાં પલ્ટો આવતા વહેલી સવારથી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થઈ ગયો છે જેના પરિણામે જનજીવન ઉપર અસર પડી રહી છે. રાજયભરમાં મહા વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડવાની આગાહી કરવામાં આવતા જ ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ ઉપરાંત દરિયો પણ તોફાની બનતા માછીમારો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સદ્‌નસીબે ગઈકાલે તમામ બોટોને દરિયા કિનારે લાવી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.