Western Times News

Latest News from Gujarat India

વસો એગ્રીકલ્ચર કોલેજમાં ભણતી યુવતીએ ચાર માસ અગાઉ હોસ્ટેલમાં ગળાફાસો: મિત્રની બ્લેકમેલીગ બહાર આવી

યુવાન મરણજનાર યુવતી પાસે નાણાંની માંગણી કરતો અને નાણા ન આપે તો બંન્નેના અંગત સંબધના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોવાનો ખુલાસો

(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના વસો પંથકમાં આવેલી એગ્રીકલ્ચર કોલેજમાં અભ્યાસ કરતી ૨૧ વર્ષિય યુવતીએ ૪ માસ અગાઉ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો ચાર માસ બાદ સમગ્ર મામલે આજે મરણજનાર યુવતીના પિતાએ એક યુવક સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

આ યુવાને મરણજનાર યુવતી પાસે નાણાંની માંગણી કરતો અને નાણા ન આપે તો બંન્નેના અંગત સંબધના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હોય તેણીએ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું બહાર આવતા પોલીસમાં ફરિયાદ નોંધાય છે. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાના એક ગામે રહતી ૨૧ વર્ષિય યુવતી ખેડા જિલ્લાના વસો પીજ રોડ પર આવેલ કૃષી યુનિવર્સિટીમા અભ્યાસ કરતી હતી.

ગત ૧૧ મે ના રોજ સાંજે તેણીએ કોઈ કારણોસર પોતાની હોસ્ટેલના રૂમમાં બારીના ઉપરની સાઈડે દુપટ્ટો ભેરવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ વસો પોલીસને કરવામાં આવતા વસો પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી સીઆરપીસી ૧૭૪ મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી દીધી હતી. પોલીસે આ યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામા તપાસ હાથ ધરી હતી.

અને મરણજનાર યુવતીના સેલફોન અને લેપટોપ બન્ને કબ્જે કરી તપાસણી અર્થે એફએસએલમા મોકલ્યા હતા. બીજી બાજુ આ મરણજનાર યુવતીનો સગોભાઈ પણ આજ કોલેજમાં અભ્યાસ કરતો હતો. જેથી તેણે થોડા દિવસ અગાઉ પોતાના પિતાને જણાવેલ કે પોતાની બહેને આપઘાત કર્યો તે બાબતે પોલીસનો એફએસએલનો રિપોર્ટ આવ્યો કે નહીં ? પિતાએ ના પાડી હતી જેથી પિતાએ આ બાબતે પોલીસમા તપાસ કરવા જણાવ્યું હતું.

જેથી તેના ભાઈએ તપાસ કરતા પોતાની બહેનના આગળના વર્ષમા અભ્યાસ કરતા વિરેન્દ્ર ભરતકુમાર ચૌધરી (રહે.ખતોડા, તા.વડનગર, જિ.મહેસાણા) તેણીનો ખાસ મિત્ર હતો. આ બન્ને વચ્ચે પ્રેમસંબંધ પણ હતો. અવારનવાર આ બંને લોકો ફોન ઉપર વાતચીત કરતા હતા તે પણ તેના ભાઈને માલુમ હતું.

એટલું જ નહીં પરંતુ વિરેન્દ્રની કાળી કરતુતો વીશે પોતાની બહેને ભાઈને કહ્યું હતું કે વિરેન્દ્ર મારી પાસે ૨૫૦૦ રૂપિયાની માગણી કરે છે અને જાે નહી આપુ તો અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યો છે. તુ આ બાબતે ઘરમા કોઈને કહીશ નહી હું નિવેડો લાવી દવ છું તેમ પોતાના ભાઈને કહ્યું હતું. જાેકે આમ છતાં પણ તેણીએ ૧૫૦૦ રૂપિયાની વ્યવસ્થા કરી વિરેન્દ્રનને જે તે સમયે આપ્યા હતા?.

પરંતુ આમ છતાં પણ વિરેન્દ્ર અવાર નવાર યુવતીને ટોર્ચર કરી આ અંગત ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવા દબાણ કરતો હતો. યુવતીની આવી પરિસ્થિતિ વચ્ચે તેના ભાઈએ વિરેન્દ્ર ચૌધરીને મોબાઈલ પર hi લખીને મેસેજ કર્યો હતો તો સામેથી રીપ્લાય આવ્યો કે, who are you? જેથી યુવતીના ભાઈએ પોતાની ઓળખાણ આપી હતી અને સામેથી જણાવ્યું કે કાંઈ કામ છે તો યુવતીના ભાઈએ ના પાડી હતી અને ફોન મૂકી દીધો હતો. જેથી વિરેન્દ્ર અને આ યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત પોતાના ભાઈને જાણવા મળી હતી.

આ ઉપરાંત યુવતીએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેના બે દિવસ અગાઉ વિરેન્દ્રનો તેણીના ભાઈ ઉપર મોબાઇલમાં મેસેજ આવેલો હતો કે, તને તારી બહેન વિશે કંઈ ખબર છે, તું તારી બહેનને પૂછજે સિનિયર ચૌધરી અને તુલસી શું છે? અને તું પહેલા તારી બહેનને આ બાબતે પૂછી જાેજે જાે તને તારી બહેન કંઈ ના કહે તો હું તને બધું કહીશ તને તારી બહેનની નથી પડી તો રહેવા દેજે થશે એ જાેઈ લેજે તેવા મેસેજાે આવેલા હતા.

આપઘાત બાદ આ વિરેન્દ્ર ઉપર શંકા જતા વિરેન્દ્ર મળ્યો હતો જેમાં વાતવાતમાં વિરેન્દ્રનો મોબાઇલ લઇ સર્ચ કરતા વિરેન્દ્રના ફોનમાં મરણજનાર યુવતીનો નંબર SOULMATE નામથી સેવ કરેલ હતો અને આપઘાત પહેલા તે સમયની વાતચીતના મેસેજાે પણ તેના ભાઈએ જાેયા હતા. જેમાં તું ગમે ત્યાંથી પૈસા લઈ આવ મારે જરૂર છે નહીં તો આપણા ફોટા અને વિડિયો શ્વેતાને મોકલી આપીશ. જે તારા જીજાજી પણ જાેશે અને બંનેને પણ ખબર પડે આવી ધમકી આપી હોવાના મેસેજાે હતા.

વિરેન્દ્ર વધારે પૈસા લેવા માટે મરણજનાર યુવતીને બ્લેકમેલ કરતા કહેલ કે જાે દર પાંચ કલાકે મારા ખાતામાં રૂપિયા ૧ હજાર નહીં આવે તો હું આપણા સંબંધના અંગત વિડિયો અને ફોટા વાયરલ કરી દઈશ અને શ્વેતાને મેસેજ કરી બધું જણાવી દઈશ આવી ધમકી આપી હતી જેથી મરણજનાર યુવતીએ આ વિરેન્દ્રને જણાવ્યું કે હું આપઘાત કરું છું તેઓ મેસેજ વિરેન્દ્રના ફોનમાં હતા.

જેથી આ વિરેન્દ્રએ મરણ જનાર યુવતીને માનસિક રીતે ટોર્ચર કરી આત્મહત્યા કરવા મજબૂર કરી હોવાનુ તેના ભાઈને જાણવા મળતાં સમગ્ર હકીકત પોતાના પિતાને કહી હતી. અને આજરોજ સમગ્ર મામલે યુવતીના પિતાએ ઉપરોક્ત વિરેન્દ્ર ભરતભાઈ ચૌધરી (રહે.ખતોડા, તા.વડનગર, જિ.મહેસાણા) સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ યુવાન સામે આઈપીસી ૩૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers