ખેડબ્રહ્મા કોલેજમાં બૌદ્ધિક વ્યાખ્યાન યોજાયું
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે જે પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મામાં ‘આપણો ઇતિહાસ સ્વાભિમાન અને સંઘર્ષનો’ વિષય પર અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજના નવી દિલ્હીના ઉપાધ્યક્ષ ડો ગીરીશભાઈ ઠાકર નું વક્તવ્ય યોજાયું હતું.
જેમાં જીપીએસસીના પૂર્વ અધ્યક્ષ શ્રી હસમુખભાઈ જાેશી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ ખેડબ્રહ્મા ના મેનેજિંગ ટ્રસ્ટી જેઠાભાઈ પટેલ, મંત્રી શ્રી હરિહર પાઠક, કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ તથા ડેપો મેનેજર શ્રી હાર્દિકભાઈ સગર, જગદીશભાઈ ભટ્ટ, શ્રી વિજયસિંહ રાજપૂત વિગેરેએ ઉપસ્થિત રહીને આ બૌધ્ધિક વ્યાખ્યાનનો લાભ લીધો હતો.
ડો્ ગીરીશભાઈ ઠાકર સાહેબે પોતાના વક્તવ્યમાં ભારતીય ઇતિહાસના ગૌરવશાળી પ્રકરણને સાંપ્રત પરિસ્થિતિઓની સાથે વર્ણવીને સુંદર રજૂઆત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના આચાર્યશ્રી ડો વિ.સી. નિનામાએ પ્રાસંભિક ઉદબોધન કર્યું હતું. પ્રોફેસર ડો. કે.ડી પટેલે કાર્યક્રમની અંતે હાજર સૌનો આભાર માન્યો હતો તેમ જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ ગજરે કર્યું હતું.