Western Times News

Gujarati News

૫.૩૨ કરોડના ખર્ચે જિણોદ્ધાર તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ કરાશે

આગામી સમયમાં અહી રોડ, યાત્રિ સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવશે

વિસનગર, ગુજરાતના પ્રાચીન મંદિરની વિકાસ યાત્રા અવિરત આગળ રહી છે. તેવામાં વધુ એક પ્રાચીન મંદિરના વિકાસ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો ર્નિણય કર્યો છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તરભના વાળીનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ગ્રાન્ટની ફળવણી કરવામાં આવી છે.

રબારી સમાજ સહીત અઢારેય વરણના આસ્થાના પ્રતિક એવા ૯૦૦ વર્ષ જૂના મંદિરનો જિણોદ્વાર કરવામાં આવશે. જે મંદિરના વિકાસ અને જિણોદ્વાર માટે રૂ.૫.૩૨ કરોડની ફાળવણી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે ૯૦૦ વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. જ્યાં મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવન ભુમિમાં પ્રથમ રબારી સમાજની ગુરૂગાદીની સ્થાપના કરી હતી. જે વાળીનાથ મંદિર રબારી સમાજની ધર્મગુરૂનું ગાદી સ્થાન છે

અને રબારી સમાજના લોકો ગુરૂગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજનિય ગણે છે. આ જગ્યાના વિકાસ માટે સરકાર દ્વારા ૫.૩૨ કરોડની રકમ ફાળવવામાં આવતા સમાજ આગેવાનોએ આ ર્નિણયને આવકર્યો હતો. વધુમાં આગામી સમયમાં અહી રોડ, યાત્રિ સુવિધા શેડ, પાર્કિંગ સહિતની વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.