Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નવરાત્રીમાં રાતના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, કોરોના મહામારીના બે વર્ષ બાદ ગુજરાતમાં આ વર્ષે નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા એક ગ્રહણ લાગ્યું છે. રાજ્ય સરકારે નવરાત્રિમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ટ્‌વીટ કરીને જાણકારી આપી છે. જેમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.

રાજ્યના ગૃહ વિભાગે નવરાત્રી અને દશેરામાં રાત્રીના સમયે ચાલુ રખાતાં લાઉડ સ્પીકરના સમય અંગે પરીપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગે રાજ્યના તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા મેજીસ્ટ્રેટને કરેલા પરીપત્ર મુજબ નવરાત્રીના ૯ દિવસ દરમિયાન રાત્રીના ૧૦ થી રાત્રીના ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાઉન્ડ વગાડી શકાશે.

એટલું જ નહીં, દશેરાના દિવસે પણ રાત્રે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડી શકાશે. જાે કે, આ પરીપત્રમાં કહેવાયું છે કે, આ જાહેરનામાં પ્રમાણે હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોની આસપાસનો ૧૦૦ મીટર કે તેથી વધુનો વિસ્તાર સાયલન્સ ઝોન જાહેર કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૨૬ સપ્ટેમ્બરથી માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers