Western Times News

Gujarati News

કરીનાની પાર્ટીમાં રિવિલિંગ બોડીકોન ડ્રેસ પહેરતાં ટ્રોલ થઈ મલાઈકા

મુંબઈ, બુધવારે (૨૧ સપ્ટેમ્બર) કરીના કપૂરના ૪૨મા બર્થ ડે પર બ્લેક થીમ પર પાર્ટી યોજવામાં આવી હતી. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કુણાલ ખેમૂ, સોહા અલી ખાન, મનીષ મલ્હોત્રા, મલ્લિકા ભટ્ટ, કરણ જાેહર, કરિશ્મા કપૂર, મહીપ કપૂર, સંજય કપૂર સહિતના કેટલાક અંગત મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

જાે કે, આ બધામાંથી કોઈએ ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી મલાઈકા અરોરા. પોતાના ફેશન સ્ટેટમેન્ટના લીધે ઘણીવાર હેડલાઈનમાં છવાયેલી રહેલી મલાઈકા આ વખતે બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેરીને આવી હતી અને ટ્રોલિંગનો શિકાર બની હતી.

સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કારમાંથી બહાર આવીને ફોટોગ્રાફર્સ સામે પોઝ આપતાં જાેવા મળી. વીડિયો જાેતાની સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ ધડાધડ કોમેન્ટ કરવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું હતું કે ‘તે કીમ કાર્દિશિયન બનવા માગે છે’, એક યૂઝરે લખ્યું છે ‘આ કેમ આવું ચાલી રહી છે?’, આ સિવાય એકે તેને ‘બોટોક્સની દુકાન કહી હતી’.

એક યૂઝરે મલાઈકાની સરખામણી નોરા ફતેહી સાથે કરી દીધી હતી અને લખ્યું હતું ‘આ નોરા બનવાના પ્રયાસમાં શરીરનો સત્યાનાશ કરી રહી છે’. આ સિવાય કેટલાકે સવાલ કર્યો હતો કે ‘તે શ્વાસ કેમ રોકીને રાખ્યો છે?’.

જાે કે, એક્ટ્રેસના ફેન્સે પ્રેમ વરસાવતાં તેને ‘હોટ’, ‘ગોર્જિયસ’ અને ‘સ્ટનિંગ’ કહી હતી તેમજ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કર્યા હતા. મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ખૂબ જલ્દી તેમના જીવન પર આધારિત ‘અરોરા સિસ્ટર્સ’ નામનો શો શરૂ કરે તેવી શક્યતા છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, તેમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અને બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ શોમાં જાેવા મળી શકે છે.

જાે કે, બંને અલગ-અલગ એપિસોડમાં દેખાશે. મલાઈકા અને અરબાઝ ભલે અલગ થઈ ગયા હોય પરંતુ તે દીકરા અરહાનના કો-પેરેન્ટ છે, જે હાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયો છે.

આ શોમાં મલાઈકા અને અમૃતાના પરિવારના સભ્યો અને અંગત મિત્રો પર ભાગ લઈ શકે છે. મલાઈકા અરોરા અને અર્જુમ કપૂર આશરે ૪ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

૨૦૧૯માં એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કપલે તેમના સંબંધોને જાહેર કર્યા હતા. તેઓ ઘણીવાર સાથે વેકેશન પર જતાં તેમજ ડિનર ડેટ એન્જાેય કરતાં જાેવા મળે છે. તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પર બંનેની ઘણી રોમેન્ટિક તસવીરો છે.

હાલમાં, અર્જુન કપૂર તેની બહેન સોનમ કપૂર સાથે કરણ જાેહરના ચેટ શોનો મહેમાન બન્યો હતો ત્યારે મલાઈકા સાથેના રિલેશનશિપ વિશે કરી હતી તેમજ તેનું ફોકસ કરિયર પર હોવાથી લગ્ન કરવાનું કોઈ પ્લાનિંગ ન હોવાનું કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.