Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વધુ લોકોના જીવ બચાવવા ધુમ્રપાન છોડવાના અભિગમને અપનાવો

ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ENDs) નાં પ્રતિબંધ પર ફેરવિચાર કરવાની જરૂર

મુંબઈ, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ENDs) પર પ્રતિબંધના ત્રણ વર્ષ થયા બાદ ઇટી કન્ઝ્યુમર ફ્રી કોન્ક્લેવની પાંચમી એડિશન યોજાઈ હતી, જે ઇન્ટરેક્ટિવ થોટ લીડરશિપ પ્લેટફોર્મ છે. તેમાં જાહેર આરોગ્ય સુધારવા અસરકારક અને સાનુકૂળ રીતે ધુમ્રપાન છોડવાના અભિગમ માટેની જરૂરિયાત પર ઉપયોગી ચર્ચાવિચારણઆ થઈ હતી.

‘જીવનો બચાવવા ધુમ્રપાન છોડવાના અભિગમને અપનાવવા’ની થીમ પર આધારિત આ સમિટમાં પ્રસિદ્ધ નિયમનકારી વ્યક્તિઓ, નીતિનિર્માતાઓ, એકેડમિયા, વૈજ્ઞાનિક અને તબીબી ક્ષેત્રોના નિષ્ણાતો, કાયદાકીય, થિંક ટેંક અને ઉપભોક્તા સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા, જેમણે ઉપભોક્તાની સ્વતંત્રતા પર અને સ્મોકર્સને તેમના આરોગ્યલક્ષી જોખમો ઘટાડવા કે દૂર કરવા મદદરૂપ થાય એવા ઓછા નુકસાનકારક વૈકલ્પિક ઉત્પાદનો કાયેદસર કરવાની જરૂરિયાત પર તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

પોતાના કીનોટ સંબોધનમાં રાજ્યસભા, સંસદના પૂર્વ સભ્ય પ્રોફેસર એમ વી રાજીવ ગૌડાએ કહ્યું હતું કે, “ભારતે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (ENDs)ની વ્યાપક કેટેગરી પર પ્રતિબંધ મૂકીને નુકસાન ઘટાડવાની જાહેર આરોગ્યની ઉપયોગી તક ગુમાવી દીધી છે. આ પ્રકારના પ્રતિબંધો ગેરકાયદેસર વેપારી પદ્ધતિઓમાં વધારો કરે છે અને કાળાં બજારને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત આ ઇનોવેશનના માર્ગ આડે આવે છે,

કારણ કે આ ઉત્પાદનો સ્મોકર્સને સિગારેટના તેમના વ્યસનમાંથી તબક્કાવાર રીતે બહાર આવવામાં મદદરૂપ થઈ શકશે તથા તેમને ધુમ્રપાન છોડવા સક્ષમ બનાવી શકે છે. ભારત અન્ય દેશોમાંથી ઘણા બોધપાઠો લઈ શકે છે, જેણે વિજ્ઞાનનું પીઠબળ ધરાવતી નીતિઓ અપનાવીને ધુમ્રપાન છોડવામાં મદદરૂપ ઉત્પાદનોની કેટેગરી ઊભી કરવા પોતાની સફરમાં હરણફાળ ભરી છે,

જેનાથી ઉપભોક્તાઓ ઓછા નુકસાનકારક વિકલ્પો તરફ વળવા સક્ષમ બન્યાં છે. ENDs કે હીટ-નોટ-બર્ન ઉપકરણોનો ઉપયોગ નોંધપાત્ર રીતે નુકસાન ઘટાડી શકે છે અને જાહેર સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે. અત્યારે આ પ્રતિબંધ પર ફેરવિચાર કરવાનો અને નિયમનકારી નીતિ અપનાવવાનો સમય છે.”

વિવિધ દેશોને એના જાહેર સ્વાસ્થ્યના લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદરૂપ પ્રગતિશીલ નીતિઓની ભૂમિકા પર ચર્ચા દરમિયાન AHRER – એસોસિએશન ફોર હાર્મ રિડક્શન, એજ્યુકેશન એન્ડ રિસર્ચના સભ્ય અને ભારત, દિલ્હીમાં સ્થિત ઓર્થોપેડિક સર્જન ડૉ. કિરણ મેલ્કોટેએ કહ્યું હતું કે, “સ્મોકર્સ ધુમ્રપાન છોડવા સરેરાશ પ્રયાસ કરે છે અને મોટા ભાગના ક્યારેય આવું કરી શકતાં નથી, કારણ કે દરેક પ્રયાસ સાથે વ્યસન છોડવાની શક્યતા ઘટે છે.

ENDs પર પ્રતિબંધથી સિગારેટ માટે સ્પર્ધક દૂર કરવામાં અને ભારતમાં તમાકુ ઉદ્યોગને મજબૂત કરવામાં જ સફળતા મળી છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી (એનએલઇએમ)માં નિકોટિન રિપ્લેસમેન્ટ થેરપીઝ (NRT)નો સમાવેશ ઉચિત દિશામાં એક પગલું છે. જોકે આપણે આ પ્રકારની નીતિ પર પ્રગતિ પર નજર રાખવાની જરૂર છે. છેલ્લે, જ્યારે કાયદા બનાવીએ, ત્યારે તમાકુનું સેવન કરતાં લોકોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, જેથી તેમના ડર અને ઇચ્છાઓને સમજી શકાય. અત્યારે આ લોકોનું કોઈ પ્રતિનિધિત્વ જ નથી.”

કાયદા બનાવતા અને લોકો એમ બંનેને ઓછા નુકસાનકારક વિકલ્પો તરફ વળવાના ફાયદાઓ આપણે કેવી રીતે સમજાવી શકીએ એના પર પોતાનો અભિપ્રાય રજૂ કરતાં સીનિયર કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રી અને IHBASના પૂર્વ ડિરેક્ટર પ્રોફેસર ડૉ. નિમેશ જી દેસાઈએ કહ્યું હતું કે, “છેલ્લાં 30થી 40 વર્ષમાં સરકારે તમાકુના નિયંત્રણ અને નુકસાન ઘટાડવા પ્રગતિશીલ નીતિઓ અને કાર્યક્રમો હાથ ધર્યા છે.

આલ્કોહોલ અને તમાકુ સાથે સંબંધિત વ્યસનોને જૈવ-વર્તણૂંકની સમસ્યાઓ તરીકે પરિભાષિત કરી શકાશે, જે કમનસીબે મહત્વપૂર્ણ સામાજિક અને નૈતિક પાસાં ધરાવે છે. જે ઉત્પાદનો માટે આપણી પાસે સ્પષ્ટ પુરાવા હોય તેનું નિયમન સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાને બદલે વધારે શ્રેષ્ઠ અભિગમથી થાય છે.”

JSA એડવોકેટ્સ એન્ડ સોલિસિટર્સના પાર્ટનર ઉપેન્દ્ર એન શર્માએ કહ્યું હતું કે, “ભારતને નિયમન પર વધારે સંવાદ કરવાની અને એવી નીતિઓ સ્વીકારની જરૂર છે, જેનાથી બહોળા રાષ્ટ્રીય લક્ષ્યાંકો અને ઉદ્દેશોને હાંસલ કરવામાં મદદ મળશે. અત્યારે પ્રતિબંધિત ઉત્પાદનો ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે, જેના પરિણામે સરકારને આવકમાં નુકસાન થાય છે. ઉપરાંત ગુણવત્તા પર કોઈ નિયંત્રણ નથી અને કોઈ પણ વયના યુવાનો માટે આ સુલભ છે.“

નશીલા દ્રવ્યના સેવનને છોડવાના સંદર્ભમાં અગ્રણી પડકારો પર કોલ્ડ તુર્કી કે વિકલ્પો શોધવા પર પોતાના વિચારો રજૂ કરતાં INNCOના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પીએચડી ચાર્લ્સ એ ગાર્ડનરે કહ્યું હતું કે, “દરેક સ્મોકર અલગ હોય છે, તમામ માટે એક પ્રકારનો અભિગમ ઉપયોગી નથી. વધારે વિકલ્પોથી નિકોટિનનો વપરાશ કે તેના પરની નિર્ભરતા વધશે એવી માન્યતાથી વિપરીત વધારે વિકલ્પો જીવલેણ ઉત્પાદનથી હંમેશા સારાં છે.

આપણે લોકોને તમાકુ અને નિકોટનના ઝેરી સ્વરૂપોથી દૂર થવા લોકોને પ્રોત્સાહન આપવું જોઈએ. એ સમજવાની જરૂર છે કે, નિકોટિન કાર્સિનોજેનિક નથી કે સામાન્ય રીતે ધુમ્રપાન સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સાથેની અન્ય સમસ્યાઓ પેદા કરતું નથી. સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા આ પ્રકારની અધૂરી માહિતી લોકોની સાથે નીતિનિર્માતાઓના મનમાં સૌથી મોટો અવરોધ છે.“

ધુમ્રપાન કરતાં લોકોને તેમના આરોગ્યના જોખમો ઘટાડવા કે દૂર કરવા મદદરૂપ થવા એક વ્યૂહરચના તરીકે કાયદેસર વૈકલ્પિક સ્વસ્થ ઉત્પાદનો પર ચર્ચાવિચારણા દરમિયાન નવી દિલ્હીના નેશનલ ચેસ્ટ સેન્ટરના સીનિયર પલ્મોનોલોજિસ્ટ એન્ડ ડિરેક્ટર ડૉ. ભરત ગોપાલે કહ્યું હતું કે,

“અમે ધુમ્રપાન છોડવા ઇચ્છતાં લોકોને મદદ કરવા સક્ષમ નથી, કારણ કે મોટી સંખ્યામાં જરૂરિયાતો પૂર્ણ થતી નથી. ઘણી વાર અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ – ધુમ્રપાન છોડો અથવા મરી જાવ. હકીકતમાં આદર્શ રીત જેઓ ધુમ્રપાન છોડી શકતાં નથી તેમને ઓછા નુકસાનકારક વિકલ્પો પ્રદાન કરવાની રહેશે. ધુમ્રપાન છોડવાના ભાગરૂપે નુકસાન ઘટાડવાનું એક મહત્વપૂર્ણ પાસું છે – વધારે સર્વાંગી અને સંકલિત રીતે વિચાર કરવો.”

આ સમિટમાં ઉપભોક્તાઓના કેટલાંક અનુભવો પણ પ્રસ્તુત થયાં હતાં, જેમાં વ્યક્તિઓએ ધુમ્રપાન અને તેને છોડવાની ઇચ્છાં તથા લોઝેન્જીસ, પેચીસ વગેરે જેવા વિકલ્પો અજમાવવા છતાં તેમને તેમના પ્રયાસોમાં પ્રાપ્ત થયેલી નિષ્ફળતા વિશે વાત કરી હતી. આ વ્યક્તિઓએ એકસૂરે જણાવ્યું છે કે, બજારમાં સલામત વિકલ્પો હોવા શ્રેષ્ઠ રહેશે, જેનાથી તેમનાં નુકસાનમાં ઘટાડો કરવામાં મદદ મળી શકશે અને પરિણામે છેવટે ધ્રુમપાન છોડી શકાશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers