Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન યોજાઈ

નર્મદા મૈયા બ્રિજથી પ્રસ્થાન કરાવતા પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આર્ત્મનિભર ભારતના પ્રણેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અન્વયે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન – ૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ વિધાનસભાની મેરેથોન દોડ નર્મદા મૈયા બ્રિજ ખાતે થી પ્રસ્થાન કરવામાં આવી હતી.

આર્ત્મનિભર ભારતના પ્રણેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ૭૨ માં જન્મદિન નિમિત્તે તેની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયાના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે પહેલા રક્તદાન શિબિર અને ત્યાર બાદ આજરોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે ભરૂચ વિધાનસભાની મેરેથોન દોડ નર્મદા મૈયા બ્રિજ ખાતેથી યોજાઈ હતા.જેમાં નાના બાળકો થી લઈ વૃદ્ધ સુધીના લોકો જાેડાયા હતા.જે મેરેથોન દોડને પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.

તો મેરેથોનમાં ભાગ લેનાર દોડવીરોને પ્રોત્સાહન મળે તે માટે પ્રથમ ક્રમે આવનાર દોડવીરને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી,ભરૂચ જિલ્લા રમત ગમત સેલ પ્રશાંત પટેલ,જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિત જિલ્લા,તાલુકા અને શહેરના યુવા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.