Western Times News

Gujarati News

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ યોજાઈ

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા)  સમગ્ર દેશમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વર્ષ ૧૯૯૩થી કેન્દ્ર સરકાર ના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા કરવામાં આવે છે.આ પ્રવૃત્તિનું રાજ્ય કક્ષાનું કોઓર્ડિનેશન ગુજરાત કાઉન્સીલ સાયન્સ એન્ડ ટેક્નોલૉજી વિભાગ,ગાંધીનગર(ગુજકોસ્ટ) દ્વારા કરવામાં આવે છે.

તેમજ પંચમહાલ જિલ્લા નું કોઓર્ડિનેશન લોક વિજ્ઞાન કેન્દ્ર,ગોધરા દ્વારા કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૩૦મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની જિલ્લા કક્ષાની સ્પર્ધા નું આયોજન તારીખ ૨૨,૨૩ અને ૨૪ સપ્ટેમ્બર ના રોજ ગોધરાની કલરવ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

ચાલુ વર્ષે લગભગ ૧૮૦ જેટલા વિધ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો,અને સ્પર્ધાના પ્રથમ દિવસે લગભગ ૯૦ જેટલા વિધ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષક હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા, જિલ્લા શિક્ષણ અધિકારી જિગ્નેશ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.વી.એમ.પટેલ

તથા લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાના કાર્યકારી પ્રમુખ ડૉ.સુજાત વલી અને લોક વિજ્ઞાન કેન્દ્રના કારોબારી સભ્યઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત લોક વિજ્ઞાન કેન્દ્રના ડૉ.સુજાત વલીના શાબ્દિક પ્રાસંગિક ઉદબોધન દ્વારા કરવામાં આવી હતી.

ડૉ.સુજાત વલીએ બાળકોને આ સ્પર્ધા નું મહત્વ સમજાવતા ની સાથે વિજ્ઞાનનું આપણા જીવનમાં કેટલું મહત્વ રહેલું છે તે અંગે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સમજ આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી જિગ્નેશ પટેલ તથા જીલ્લા પ્રા.શિક્ષણાધિકારી વી.એમ.પટેલ પણ બાળકો ને મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન,ન્યુટન અને ફેરાડે ના જીવન અંગે તેમના સંશોધનો વિષે માહિતી રસપ્રદ આપી હતી

તથા બાળકો પોતાની આસપાસ ની સમસ્યાઓ સમજે અને તેને વૈજ્ઞાનિક રીતે ઉકેલવાનો પ્રયત્ન કરે તે માટે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત આપતી સમયમાં મેડીકલ ક્ષેત્રે પ્રાથમિક તબક્કે આપવામાં આવતી અતિ મહત્વની સી.પી.આર.ટ્રેનિંગ ડૉ.સુજાત વલી દ્વારા કાર્યક્રમ માં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આપી હતી.

ત્યારબાદ બાળકોએ પોતાની સબ થીમ મુજબ જે તે વર્ગ માં પોતાના વિષય અનુરૂપ તૈયાર કરાયેલા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.ઉલ્લેખનીય છેકે, પંચમહાલ જીલ્લાના શહેરા, હાલોલ,જાંબુઘોડા જેવા અંતરિયાળ વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

તારીખ ૨૩/૦૯/૨૦૨૨ ના રોજ પણ લગભગ ૮૦ ઉપરાંત વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા.આ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરનાર ૧૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો આગામી સમયમાં પંચમહાલ જીલ્લાનું રાજ્ય કક્ષાએ ગાંધીનગર ખાતે નેતૃત્વ કરનાર છે.

કાર્યક્રમના અંતિમ દિવસે મંચ પર ઉપસ્થિત સૌ ઇવેલ્યુટર ને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન અવિનાશ મિસ્ત્રી ,ડૉ.રાજીવ વૈદ્ય,બ્રીઝ જાદવ તથા લોક વિજ્ઞાન કેન્દ્રના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળતા પૂર્વક પાર પાડવા માટે લોક વિજ્ઞાન કેન્દ્રના હરમીત પટેલ અને ટીમનો સહયોગ રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.