Western Times News

Latest News in Gujarat

મોઢાના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે  IAPHD અને કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ સાથે ભાગીદારી કરી

26,382 લોકોએ કેઆઈએસએસ, ભુવનેશ્વર ખાતે સાગમટે તેમના દાંતોને બ્રશ કર્યું

મોઢાની સંભાળમાં બજાર આગેવાન કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા ભારતમાં મોઢાના આરોગ્યનું મહત્ત્વ અધોરેખિત કરવા અને એક સ્થળે સાગમટે સૌથી વધુ સંખ્યામાં લોકો તેમના દાંત બ્રશ કરીને નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે ઈન્ડિયન એસોસિયેશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રી (આઈએપીએચડી) અને આદિવાસીઓ માટેની દુનિયાની પ્રથચમ યુનિવર્સિટી કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસ (કેઆઈએસએસ) સાથે હાથ મેળવ્યા છે.

આ સિદ્ધિ પર બોલતાં કોલગેટ- પામોલિવ (ઈન્ડિયા) લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રામ રાઘવને જણાવ્યું હતું કે ભારતના જોશની ઉજવણી કરવા અને સલામી આપવા માટે આજે સવારે તમારી સાથે અહીં જોડાવા માટે મારી ખુશીનો કોઈ પાર નથી.

કોલગેટ વતી હું સૌપ્રથમ ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનના સન્માનનીય મંત્રી શ્રી સુદામ મર્નદી, જળ સંસાધન, માહિતી અને જાહેર સંપર્ક વિભાગ માટેના સન્માનનીય રાજ્ય મંત્રી શ્રી રઘુનંદન દાસ અને ગિનેસ વર્લ્ડ રેકોર્ટ માટે આ પ્રયાસમાં અમારા ભાગીદારો કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસના સ્થાપક પ્રો. અચ્યુત સામંતા અને ઈન્ડિયન એસોસિયેશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીના સેક્રેટરી ડો. સવ્યસાચી સહાના અમે આભારી છીએ. આ સિદ્ધિરૂપ ઉપક્રમમાં ટેકો આપવા માટે તમારો આભાર. આનાથી ભારતમાં મોઢાના આરોગ્યના મહત્ત્વ વિશે નોંધનીય રીતે જાગૃતિ વધારવામાં મદદ થશે.

આ નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે વિદ્યાર્થીઓ, સંસ્થાના કર્મચારીઓ અને આદિવાસી બાળકો સહિત 26,382 લોકો કેઆઈએસએસ ખાતે એકઠા થયા હતા અને કોલગેટ સ્ટ્રોંગ તીથ ટૂથપેસ્ટ અને કોલગેટ ટૂથબ્રશ સાથે એકસાથે તેમના દાંત બ્રશ કર્યા હતા.

બધા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સહભાગીઓને મારા હૃદયપૂર્વકના અભિનંદન છે. સૌથી વધુ લોકોએ એકત્ર મળીને એકસાથે તેમના દાંત સાફ કરીને આ વિશ્વ વિક્રમ સ્થાપવા માટે પ્રયાસ કર્યા તે પોતાની અંદર એક સિદ્ધિ છે અને ભારત માટે તે ગૌરવની બાબત છે.

કોલગેટમાં અમે માનીએ છીએ કે બધા જ સ્મિત કરી શકે તેવા ભાવિના હકદાર છે અને અમે દેશમાં મોઢાનું આરોગ્ય સુધારવા અને વધારવા માટે અમારા સક્ષમ પ્રયાસો થકી અમારી કીપ ઈન્ડિયા સ્માઈલિંગ પહેલ સાથે તેને જીવંત કરી રહ્યા છીએ. અમારી ફ્લેગશિપ બ્રાઈટ સ્માઈલ્સ, બ્રાઈટ ફ્યુચર્સ જેવા કાર્યક્રમોએ છેલ્લાં 40 વર્ષમાં 162 મિલિયન જેટલા બાળકોને સ્પર્શ કર્યો તે આનો ઉત્તમ દાખલો છે.

ઘણું બધું હાંસલ કરાયું છે તે છતાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અને મને લાગે છે કે આજના જેવા અવસરો મોઢાના આરોગ્યના મહત્ત્વ અને લોકોના આરોગ્ય અને જચીવન પર તેના હકારાત્મક પ્રભાવો વિશે મહત્ત્વપૂર્ણ યાદગીરી તરીકે કામ કરવામાં તે મદદરૂપ થશે. હું બધાને સારી મોઢાની સંભાળની આદતો ચાલુ રાખવા અનુરોધ કરું છું અને કોલગેટમાં અમે તેને સ્માઈલ સાથે શરૂઆત કરો એવું કહીએ છીએ.

કલીંગા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સીસના સ્થાપક પ્રો. અચ્યુત સામંતાએ જણાવ્યું હતું કે કેઆઈઆઈટી અને કેઆઈએસએસમાં અમારો હેતુ શૈક્ષણિક, રમતગમત અને સહ- અભ્યાસક્રમ પ્રવૃત્તિઓમાં તેમની સંભાવના અને ઉત્કૃષ્ટતાની ખોજ કરવા માટે ઘરઆંગણાના બાળકો માટે આધ્યાત્મિક વાતાવરણ પોષવાનો અને પૂરું પાડવાનો છે. આ ચોથો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરાયો તે વિદ્યાર્થીઓને જીવવાની યોગ્ય રીતે શીખવવા અને જીવનભર તેમની સાથે રહેશે અને તેમના એકંદર આરોગ્ય અને સ્વાસ્થ્ય કલ્યાણમાં મદદરૂપ થશે તેવી અચૂક મોઢાના સંભાળની આદતો શીખવવા માટે અમારી કટિબદ્ધતા ફરી એક વાર દર્શાવે છે.

આ અવસરે બોલતાં આઈએપીએચડીના સેક્રેટરી ડો. સવ્યસાચી સહાએ જણાવ્યું હતું કે દર વર્ષે અમે 7મી નવેમ્બરને નેશનલ ટૂથબ્રશિંગ ડે તરીકે ઊજવીએ છીએ. આ વર્ષે અમે દરેક ભારતીયને ટૂથબ્રશ ઉપયોગ કરવા માટે દેશમાં મોઢાની સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવા અને સુધારવા માટે નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને તેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આ રેકોર્ડ ઈન્ડિયન એસોસિયેશન ઓફ પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ્રીની રજતજયંતીની ઉજવણીમાં મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

આજીવન આરોગ્યવર્ધક મોઢાની સંભાળની આદતોનો પંથ શરૂ કરવા માટે મદદરૂપ થવા કોલગેટ ભારતવ્યાપી ફ્લેગશિપ કાર્યક્રમ બ્રાઈટ સ્માઈલ્સ, બ્રાઈટ ફ્યુચર્સ (બીએસબીએફ) 1976થી ચલાવી રહી છે, જે શહેરી અને ગ્રામીણ સ્કૂલના બાળકોને મોઢાના આરોગ્ય અંગે શિક્ષણ આપે છે અને આજ સુધી 162 જેટલા મિલિયન બાળકો સુધી પહોંચી છે. વધુ એક વાર્ષિક કાર્યક્રમ ઓરલ હેલ્થ મંત (ઓએચએમ) 2004માં શરૂ કરાયો હતો તે દેશભરમાં લોકોને મફત દંત તપાસ ઓફર કરે છે અને આજ સુધી 40 મિલિયન લોકોને મદદરૂપ થયો છે.,