Western Times News

Gujarati News

નવરાત્રીમાં ગરબા રસિકોમાં અવનવા ટેટુનો ક્રેઝ વધ્યો!

ટેટુમાં મુખ્યતવે મા અંબાના ફોટાવાળા ટેટુ, પોતાના નામવાળા ટેટૂ, ગરબા રમતા ટેટુ, તથા અવનવીન પ્રકારની ડીઝાઈનવાળા ટેટુ કરાવી રહ્યા છે

કોરોના મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી વિશ્વ સહિત દેશમાં તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજ્ય સરકારે છૂટ આપતા ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે. ત્યારેે હાલ આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેટુનો ક્રેઝ ખુબ જ વધ્યો છે.

ટેટુમાં મુખ્યત્વે મા અંબાના ફોટાવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ, તથા અવનવીન પ્રકારની ડીઝાઈનવાળા ટેટુ કરાવી રહ્યા છે. નવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓમાં ભારે થનગનાટ જાેવા મળ્યો છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ, પુરૂષો અલગ અલગ ટેટુ બનાવડાવતા હોય છે.

મહિલાઓની સાથે સાથે હવે તો પુરૂંષો પણ વિવિધ ભાતના ટેટુ બનાવડાવીને ગરબે ઘુમવા જતા હોય છે. નવરાત્રી માટે લોકો જુદી જુદી રીતેની તૈયારીઓ કરી રહ્યા છે. માનો કે નવરાત્રીને લઈને લીન થઈ ગયા છે. નવરાત્રી આવે એટલે બહેેનોને યાદ આવે ચણિયા ચોળી, જ્વેલરી અને દાંડીયા-વર્ષ દરમ્યાન કબાટના ખુણામાં મુકેલી ચણિયાચોળી નવરાત્રીના દિવસોમાં કબાટમાનુૃ સૌથી મહત્ત્વનું પહેરવેશ થઈ જાય છે.

દર વર્ષે જેમ નવરાત્રીમાં નવા નવા ગરબા લોંચ થતાં હોય છે. એવી જ રીતેે દર વર્ષે ગરબા પ્રેમીઓ માટે બજારમાં નવી નવી વસ્તુઓ સ્થાન લેતી હોય છે. નવરાત્રીમાં પુરૂષો અને મહિલાઓ દરેક ગરબા રમવા માટે અવનવીન રીતે તૈયાર થતાં હોય છે.

ખાસક રીને બહેનો જુદા જુદા પ્રકારના આભૂષણો પહેરી, શરીર પર ટેટુ કરાવી, જુદા જુદા પ્રકારની ફેશનેબલ ડીઝાઈનર ચણિયા ચોળી પહેરી ગરબા માટે તૈયાર થતાં હોય છે. ગરબા રસિકોમાં આ વખતેે નવરાત્રીને લગતા જુદા જુદા ટેટુ કરાવાનો ક્રેઝ વધ્યો છે.

ખાસ કરીને અમદાવાદ શહેરમાં યુવતીઓમાં ઉત્સાહ વધારે જાેવા મળી રહ્યો છે. અને આ યુવતીઓ જુદા જુંદા પ્રકારના કાયમી તથા ટેમ્પરરી ટેટુ કરાવી રહી છે. ટેટુમાં મુખ્યત્વે મા અંબાના ફોટાવાળા ટેટુ, પોતાના નામવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ કરાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.