Western Times News

Gujarati News

અંબાજીમાં પાયલટ બાબાની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

વિદેશી ભક્તો જોડાયા આવતીકાલ થી દસ મહા વિદ્યાનો હવન શરુ થશે “
શક્તિ ,ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત ધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર ઉપર આવેલું છે આ ધામ માં દેશભર માથી માતાજી ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ ધામ મા હાલ મા ભારત ના મોટા એવા પાયલટ બાબા પોતાના વિદેશી ભક્તો સાથે આવ્યા છે અને 7 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી અંબાજી ખાતે 108 કુંડી દસ મહા વિદ્યા નો હવન સતત 10 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે આજે હવન પૂર્વે પાયલટ બાબા સવારે અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા અને ત્યારબાદ તેમની હાજરી મા તેમના ભક્તગણ દ્વારા આ શોભાયાત્રા અંબાજી નગર મા ઘુમી હતી
 આજે સવારે શક્તિદ્વાર થી પાયલટ બાબા ના ભક્તો દ્વારા શોભાયાત્રા નીકળી હતી આ પૂર્વે અંબાજી મંદિર ના મહારાજ કશ્યપ ભાઈ દ્વારા માતાજી ની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ બેન્ડ બાજા ,ડીજે ,ઘોડા ,બગી સાથે ભવ્ય શોભા યાત્રા નીકળી હતી આ શોભાયાત્રા મા વિદેશી ભક્તો પણ જોડાયા હતા અને માથે માટલી મૂકી ગરબે રમ્યા હતા અંબાજી ના બજારોમા  શોભાયાત્રા ઘૂમી હતી સાથે વિદેશી ભક્તો પણ માથે ગરબો મૂકીને માતાજી ના ગરબા રમતા જોવા મળ્યા હતા.
અંબાજી ના ઇતિહાસ મા આ પ્રથમ પ્રસંગ હતો જેમા આટલી મોટી સંખ્યા મા વિદેશી ભક્તો માતાજી ની આરાધના કરતા જોવા મળ્યા હતા આ શોભાયાત્રા શક્તિદ્વાર થી જૂની કોલેજ સુધી અંબાજી મા નીકળી ત્યારે મોટી સંખ્યા ભક્તો જોડાયા હતા અને આવતીકાલ થી અહીં રોજે રોજ એક દેવી ના નામ નો હવન થશે આમ દસ દિવસ સુધી રોજ અલગ અલગ દેવીના નામ નો હવન થશે આ હવન મા 108 કુંડી દસ મહા વિદ્યા નો હવન વિશ્વ કલ્યાણ અર્થે પ્રથમ વાર અંબાજી ધામ મા થઇ રહ્યો છે ત્યારે મોટી સંખ્યા મા વિદેશી ભક્તો સહીત મહા મંડલેશ્વર સંતો સહીત મહાનુભાવો આ હવન મા હાજરી આપશે
પાયલોટ બાબા , સંત આ હવન નો મુખ્ય ઉદેશ્ય વિશ્વ કલ્યાણ નો છે સાથે વિવિધ દેશો થી વિદેશી ભક્તો પણ આ હવન મા હાજરી આપવા આવ્યા છે જેમાં રશીયા ,જાપાન ,ઇટલી સહીત ના ભક્તો આ હવન 17 તારીખ સુધી ચાલશે ત્યાં સુધી અહીં રોકાઈ ભક્તિ કરશે આ સ્થાન અમે એટલા માટે પસંદ કર્યું કે આ સ્થાન 51 શક્તિપીઠ મા  મહત્વ ધરાવે છે એટલે અહીં હવન નું વિશેષ મહત્વ હોય છે  હતુ હું પહેલા પાયલોટ હતો અને ત્યારબાદ હાલ ભક્તિ માર્ગ ની કામગીરી ઘણા સમયથી કરું છુ

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.