Western Times News

Gujarati News

દેશની બેંકોમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવેઃ નાણાંમંત્રી

નવીદિલ્હી, નાણામંત્રી સીતારમણે એક મોટી જાહેરાત કરી છે. આજની બેઠક બાદ સીતારમણે કહ્યું છે કે દેશભરની બેંકોમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવે. આ સાથે, જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં, તેમણે અનુસૂચિત જાતિના લોકોને બેંક કેવી રીતે લોનનું વિતરણ કરે છે અને તેમને સરકારી યોજનાઓનો યોગ્ય લાભ મળે છે કે કેમ તેની પણ સમીક્ષા કરી હતી.

સીતારામને કહ્યું કે એસસી કેટેગરીની તમામ ખાલી જગ્યાઓ યોગ્ય ક્રમમાં સમયસર ભરવામાં આવે. આ સાથે સરકારી યોજનાઓનો વ્યાપ વધારવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હાલમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના કુલ કર્મચારીઓમાં અનુસૂચિત જાતિનો હિસ્સો લગભગ ૧૮ ટકા છે.

આ મીટિંગમાં, બેંકોને ૧ ઓક્ટોબરથી ‘આઉટસોર્સ’ થતી નોકરીઓ માટે, ખાસ કરીને સફાઈ કર્મચારીઓ જેવી નોકરીઓ માટે યોગ્ય ડિજિટલ રેકોર્ડ બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી. તેમણે અનુસૂચિત જાતિ સમુદાયને લગતી તમામ પડતર ફરિયાદોના નિકાલનો પણ નિર્દેશ આપ્યો હતો, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું. ૨ ઓક્ટોબરથી ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસીસના વિશેષ અભિયાન હેઠળ પણ તે મુદ્દાઓ ઉકેલી શકાય છે.

આ ઉપરાંત, જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓના સીઈઓની સમીક્ષા બેઠકમાં, બેંકના વડાઓને ક્ષમતા નિર્માણ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ પર ધ્યાન આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું. બેંકો અને નાણાકીય સંસ્થાઓના કુલ કર્મચારીઓમાં અનુસૂચિત જાતિનો હિસ્સો લગભગ ૧૮ ટકા છે.

સીતારમને બેંકોને અનુસૂચિત જાતિ સંબંધિત લોન અને નિમણૂંકો વિશે વર્ષમાં બે વાર નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્‌સને જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. નાણામંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અને સભ્યો, નાણાં રાજ્ય મંત્રી, નાણાકીય સેવાઓ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.