Western Times News

50 years of Ethical Journalism

દાંતીવાડા જળાશય યોજનાનું પાણી રવિ સીઝન માટે ઉપલબ્ધ બનાવાશે

પાટણ,  દાંતીવાડા જળાશય યોજનાના સર્વે બાગાયતદારોને જણાવવામાં આવે છે કે, સને ર૦૧૯-૨૦ ની રવિ સીઝન માટે જળાશયમાંથી ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે ત્રણ પાણ સાથે ૧૫૦૦૦ હેકટર વિસ્તારમાં સિંચાઇનું આયોજન કરેલ હોઇ પાણી લેવાની ઇચ્છા ધરાવતા કમાન્ડ વિસ્તારના બાગાયતદારોને પાણી મેળવવા બાબતની અરજી નિયત નમુના ફોર્મ-૭ માં જરૂરી વિગત દર્શાવી.

તેમના વિસ્તારના સેકશનલ ઓફિસર/કારકુનોને રૂબરૂમાં તા.૩૦/૧૧/૧૯ સુધીમાં પહોંચાડવા વિનંતી કરેલ છે. અરજી સાથે ખાતાની બાકી અને પંચાયતની બાકી રકમ તથા ચાલુ સીઝનનો આગોતર સિંચાઇ પિયાવો પુરેપુરો ભરવાનો રહેશે. આ સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે નહી. ચાલુ સાલે પ્રતિ પાણ દીઠ રૂા.૨૯૩ તથા ૨૦ ટકા લોકલફંડ રૂા.૫૯ મળી કુલ રૂા.૩૫૨ પ્રતિ હેકટર દીઠ ભરવાના રહેશે.

ખાસ નોંધ ઉપર પ્રમાણે અરજી આપી પાણીનો પાસ મેળવી લેવો, પાણીના પાસ સિવાય પાણી આપવામાં આવશે નહી. ઢાળીયા તૈયાર કરવાની જવાબદારી ખેડૂતોની પોતાની રહેશે. તે બાબતની કોઇ તકરાર અત્રેની કચેરી દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે નહી, તેમ કાર્યપાલક ઇજનેરશ્રી ડીસા, સિંચાઇ વિભાગ ડીસા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.