Western Times News

Latest News in Gujarat

ગુજરાતની મેન્સ ટેબલ ટેનિસ ટીમ ફાઇનલમાં, વિમેન્સ ટીમને બ્રોન્ઝ

ભાવનગર,  ગુજરાતની વિમેન્સ ટીમ જે કરી શકી નહીં તે મેન્સ ટીમ કરી દેખાડયું કેમ કે ગુજરાતની મેન્સ ટીમે ગુરુવારથી અહીં શરૂ થયેલી યુટીટી નેશનલ રેન્કિંગ (સેન્ટ્રલ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. અહીંના એસએજી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો.

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના આશ્રય હેઠળ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન ભાવનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. જેને સ્ટેગ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે અને તેના સહ સ્પોન્સર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) છે.

મોખરાના ક્રમના માનવ ઠક્કરની આગેવાની હેઠળની ગુજરાતની મેન્સ ટીમમાં તાજેતરમાં જ ઇસ્ટ ઝોન ચેમ્પિયનશિપમાં યૂથ બોયઝ ટાઇટલ જીતનારો માનુષ શાહ રમી રહ્યો છે. આ ઉપરાંત ઇશાન હિંગોરાણી પણ ટીમમાં છે. ગુજરાતની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો મહારાષ્ટ્ર-એ ટીમ સામે થશે.

અગાઉ વિમેન્સ વિભાગમાં ગુજરાતની ટીમને બ્રોન્ઝ મેડલથી સંતુષ્ટ રહેવું પડ્યું હતું કેમ કે મહારાષ્ટ્ર બી ટીમ સામે તેનો પરાજય થયો હતો. રિજયનની ઇવેન્ટમાં સાત જ રાજ્ય ભાગ લેતા હોઈ ચાર જ રાજ્યએ ટીમ મોકલી હતી કેમ કે તેઓ સીધા નોકઆઉટ તબક્કામાં રમશે. મહારાષ્ટ્રની ટીમ એ અને બી એમ બે ટીમ મોકલી છે.

ગુજરાતની ટીમમાં નામના જયસ્વાલ, કૌશા ભૈરપૂરે અને અનુભવી ફ્રેનાઝ છિપીયા રમી હતી. નામના અને ફ્રેનાઝે મહારાષ્ટ્ર બી ટીમની અદિતી સિંહા અને માનસી ચિપલુનકરને 15-13, 11-6, 11-5થી હરાવી હતી જયારે કૌશાએ તેની પ્રથમ સિંગલ્સમાં મનુશ્રી પાટિલ સામે 11-8, 7-11, 11-8, 11-8થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

જોકે ફ્રેનાઝે માનસીને 2-10, 11-9, 11-9થી હરાવીને સ્કોર સરભર કર્યો હતો પરંતુ નામનાનો મનુશ્રી સામે 11-8, 7-11, 9-11, 7-11 પરાજય થયો હતો. આમ મેચ નિર્ણાયક બની હતી જેમાં અદિતી સિંહાએ કૌશાને 7-11, 11-8, 11-4, 11-4 હરાવીને ટીમને સેમિફાઇનલમાં પ્રવેશ અપાવ્યો હતો.

આમ યજમાન વિમેન્સ ટીમે બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. જોકે મેન્સ ટીમે આશા પેદા કરી  હતી. મેન્સમાં ગુજરાત માટે ઇશાન અને માનુષે ડબલ્સમાં રમ્યા ત્યારે સ્કોર 3-2 હતો. માનવ તેની સિંગલ્સમાં ભાવેશ આપ્ટે સામે રમ્યો પરંતુ તેને સંઘર્ષ કરવો પડ્યો હતો.

દરમિયાન ગુરુવારે સવારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ. કે. ગાંધી, IAS એ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ટીટીએફઆઈના સલાહકાર શ્રી ધનરાજ ચૌધરી, ભૂતપૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણા, સ્ટેટ બેંકના બિઝનેસ અને ઓપરેશન્સ ડીજીએમ શ્રી વી. એન. શર્મા, નીરમા પ્રા. લિ.ના લાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડી. જી. ઝાખડે, જીએસટીટીએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નીશિથ મહેતા, જીએસટીટીએના ટ્રેઝરર શ્રી અમિત ચોક્સી, કોમ્પિટિશન મેનેજર શ્રી. એન. ગણેશન, રૂજુલ પટેલ અને પથિક મહેતા હાજર રહ્યા હતા.
 
પરિણામ મેન્સ સેમિફાઇનલ : મહારાષ્ટ્ર-એ જીત્યા વિરુદ્ધ મધ્ય પ્રદેશ 3-0. સિદ્ધેશ પાંડે / ચિન્મય સોમૈયા જીત્યા વિરુદ્ધ રોહન જોશી/હર્ષ સચનમંદાણી 8-11, 11-4, 11-6, 11-2; દિપીત પાટિલ જીત્યા વિરુદ્ધ  સત્યજિત જી. 11-7, 11-2, 11-8; ચિન્મય જીત્યા વિરુદ્ધ  હર્ષ 9-11, 11-8, 11-9, 11-7); ગુજરાત જીત્યા વિરુદ્ધ મહારાષ્ટ્ર બી 3-0 ઇશાન હિંગોરાણી /માનુષ શાહ જીત્યા વિરુદ્ધ રિશિકેશ મલ્હોત્રા/મંદાર હાર્ડિકર 11-6, 11-7, 10-12, 4-11, 11-5; માનવ ઠક્કર જીત્યા વિરુદ્ધ ભાવેશ આપ્ટે 8-11, 11-7, 5-11, 11-6, 11-7; માનુષ જીત્યા વિરુદ્ધ મંદાર 7-11, 11-4, 8-11, 14-12, 11-8).

ક્વાર્ટર ફાઇનલ –મધ્ય પ્રદેશ જીત્યા વિરુદ્ધ ગોવા 3-0, મહારાષ્ટ્ર બી જીત્યા વિરુદ્ધ છત્તીસગઢ 3-0

વિમેન્સ સેમિફાઇનલ મહારાષ્ર્ટ બી જીત્યા વિરુદ્ધ ગુજરાત 3-2. અદિતી સિંહા/મામનસી ચિપલુનકર હાર્યા વિરુદ્ધ નામના જયસ્વાલ/ફ્રેનાઝ છિપીયા 13-15, 6-11, 5-11; મનુશ્રી પાટિલ જીત્યા વિરુદ્ધ  કૌશા ભૈરપૂરે 11-8, 7-11, 11-8, 11-8; માનસી હાર્યા વિરુદ્ધ ફ્રેનાઝ 10-12, 9-11, 9-11; મનુશ્રી જીત્યા વિરુદ્ધ નામના 8-11, 11-7, 11-9, 11-7; અદિતી જીત્યા વિરુદ્ધ કૌશા 7-11, 11-8, 8-11, 11-4, 11-4); મહારાષ્ટ્ર એ જીત્યા વિરુદ્ધ મધ્યપ્રદેશ 3-2 સૃષ્ટિ હાલેંગડી/અનન્યા બાસક જીત્યા વિરુદ્ધ ખુશી જૈન/હિમાની ચતુર્વેદી 11-7, 9-11, 11-7, 4-11, 11-3; દિશા હુલાવલે હાર્યા વિરુદ્ધ અનુશા કુતુમ્બલે 1-11, 3-11, 5-11; અનન્યા જીત્યા વિરુદ્ધ હિમાની 11-5, 12-10, 11-3; સૃષ્ટિ હાર્યા વિરુદ્ધ અનુશા 4-11, 9-11, 10-12; દિશા જીત્યા વિરુદ્ધ  ખુશી 11-4, 11-8, 8-11, 13-11)