Western Times News

Gujarati News

કેનેડાના વિઝા મેળવવાની લાલચમાં ૧૦ લોકોએ ગુમાવ્યા ૧.૬૩ કરોડ

અમદાવાદ, વિદેશ જવાની લાલચમાં લોકો સાથે છેતરપિંડી થઈ હોય તેવા કેટલાય કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. કેનેડાના વિઝા મેળવવાના ચક્કરમાં ૧૦ લોકો સાથે ૧.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

બુધવારે એલિસબ્રિજ પોલીસે ત્રણ ટ્રાવેલ એજન્ટ સામે કેનેડાના વિઝા આપવાના બહાને ૧૦ લોકો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધી છે.

એલિસબ્રિજ પોલીસ સર્વેલન્સ સ્ક્વોડના સબ-ઈન્સ્પેક્ટર ડી. ડી. પટેલે હ્લૈંઇમાં જણાવ્યું કે, તેમણે અને અન્ય સાથીદારોએ મળીને ગુજરાત કોલેજ પાસે આવેલી હોટેલ ઈન્દર રેસિડેન્સીના કોફી લાઉન્જમાં દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર ઈમિગ્રેશન રેકેટ ચાલતું હોવાની બાતમી મળ્યા બાદ ૧૬ સપ્ટેમ્બરે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા.

વિઝા ફ્રોડ અંગે થઈ રહેલી ફરિયાદોની ચર્ચા કરવા માટે ૧૧ વિઝા એજન્ટો એકઠા થયા હતા, તેમ સબ-ઈન્સ્પેક્ટર પટેલે ઉમેર્યું. પોલીસે આ શખ્સો પાસેથી ૧૦ પાસપોર્ટ જપ્ત કર્યા હતા. પોલીસે પકડેલા એજન્ટો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણાના છે.

FIR મુજબ, જ્યારે પોલીસે પાસપોર્ટની ચકાસણી કરી તો કેટલાક પાસપોર્ટ ધારકોને વિઝિટર વિઝા આપવામાં આવ્યા હતા. વધુ તપાસમાં કેનેડાની ઓથોરિટી સાથે વાતચીત કરતાં ખુલાસો થયો કે, આ ટ્રાવેલ એજન્ટ્‌સે બનાવટી દસ્તાવેજ આપ્યા છે અને જે વિઝા રિજેક્ટ થયા હતા તેમને ‘ઈન પ્રોસેસ’ છે તેમ દર્શાવ્યું હતું.

૧૧ એજન્ટોની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, ત્રણ ટૂર ઓપરેટરો- બાપુનગરના અંકુર બ્રહ્મભટ્ટ, વડોદરાના માંજલપુરના અમિત પટેલ અને ચાંદખેડાના ભાવિક બારોટે અન્ય એજન્ટો અને તેમના ૧૦ ક્લાયન્ટ સાથે છેતરપિંડી કરી છે.

FIRમાં આગળ ઉલ્લેખ છે કે, કેનેડા જવા માગતા લોકોએ અંકુર બ્રહ્મભટ્ટ, અમિત પટેલ અને ભાવિક બારોટને છેલ્લા બે વર્ષમાં કુલ ૧.૬૩ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આમાંથી એકપણ ક્લાયન્ટને કેનેડાના વિઝા મળ્યા નહોતા. પોલીસને શંકા છે કે આ ત્રણે ઠગ ટ્રાવેલ એજન્ટોએ બીજા કેટલાય લોકોને નકલી વિઝા આપ્યા હશે.

આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. એલિસબ્રિજ પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત, ફોર્જરી, બનાવટી સરકારી દસ્તાવેજાેને સાચા તરીકે દર્શાવવા અને ગુનાહિત ષડયંત્રનો ગુનો આ ત્રણેય શખ્સો સામે દાખલ કર્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.